Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

રાજકોટ શહેરના ડો. યાજ્ઞિક રોડ પરની ધ ઇમ્પિરીયલ પેલેસ હોટલના રૂમમાં રાતૈયાના નરેન્દ્રસિંહ જાડેજા સંચાલિત હાઈપ્રોફાઈલ જુગરધામ પર ક્રાઇમ બ્રાન્ચનો દરોડો: ૧૦.૨૪ લાખની રોકડ મળી ૩૫.૧૭ લાખનો મુદ્દામાલ કબ્જે

હોટેલ મેનેજર જોન કુરિયાએ રિસેપશનિસ્ટ પ્રીતિ પટેલને ફોન કરતા પ્રીતિએ ૧૫ હજારના ભાડાથી રૂમ આપ્યો હતો: મેનેજરે ઇ મેઇલથી આઈડી પ્રૂફ મોકલ્યું એ પણ બીજાના નામનું હતું કોન્સ. મહેશભાઇ મંઢ, પો. હેડકોન્સ. સંજયભાઇ ચાવડા તથા કોન્સ. જગદિશભાઇ વાંકની બાતમી: એસીપી ક્રાઇમ ડી.વી.બસિયા, પીઆઇ વી.કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એમ.એમ. ઝાલાની ટીમની કાર્યવાહી

રાજકોટ: શહેરના ડો.યાજ્ઞિક રોડ પર આવેલી ધ ઇમપિરિયલ પેલેસ હોટેલ અગાઉ યુવતીના નગ્ન ડાન્સને કારણે ચર્ચાના ચગડોળે ચડ્યા બાદ હવે હાઈપ્રોફાઇલ જુગારધામને કારણે ફરી વખત વગોવાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે આ હોટેલના રૂમ નમ્બર ૬૦૫માં દરોડો પાડી દસ જણાને પકડી લઈ ૧૦ લાખથી વધુની રોકડ મળી ૩૫ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. લોધિકાના રાતૈયા નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજાએ મેનેજર જોનની મદદથી પંદર હજારમાં રૂમ ભાડે રાખી જુગરધામ ચાલુ કર્યું હતું. મેનેજર અને રિસેપશનિસ્ટ મહિલા કર્મચારીની પણ આ કેસમાં ધરપકડ થશે.

ક્રાઇમ બ્રાન્ચે જાહેર કરેલી વિગતો અક્ષરશઃ આ મુજબ છે.

શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સયુંકત પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ એહમદ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી પ્રવિણકુમાર મીણા ઝોન-૧ તરફથી રાજકોટ શહેર વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ અટકાવવા માટે અસરકારક કામગીરી કરવા સુચના આપતા મદદનીશ પોલીસ કમિશ્નર ડી.વી.બસીયા ક્રાઇમ તથા પો. ઇન્સ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પો.સ્ટેના પો. સબ ઇન્સ. એમ. એમ. ઝાલા, પોલીસ હેડ કોન્સ. ધીરેનભાઇ માલકિયા, અશોકભાઇ કલાલ, સંજયભાઇ ચાવડા, કિરતસિંહ ઝાલા, પો. કોન્સ. મહેશભાઇ મંઢ, જગદીશભાઇ વાંક, ઉમેશભાઇ ચાવડા, હીરેનભાઇ સોલંકી, ભગીરથસિંહ ઝાલા, દિપકભાઇ ડાંગર નાઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. કોન્સ. મહેશભાઇ મંઢ, હેડ કોન્સ. સંજયભાઇ ચાવડા તથા પો. કોન્સ. જગદિશભાઇ વાંકને મળેલી સંયુકત બાતમી આધારે શહેરના ડો. યાજ્ઞીક રોડ પર આવેલ ઇમ્પિરીયલ પેલેસ હોટેલના રૂમ નં-૬૦૫માં દરોડો પાડી જુગરધામ પકડી લેવાયું છે. 

પકડાયેલાં આરોપીઓ:

(૧) નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા (ઉ.વ. ૩૩, રહે રાતૈયા તા. લોધીકા જી. રાજકોટ) (૨) મનીષ રસીકભાઇ સોંડાગર મીસ્ત્રી ઉ.વ. ૪૦ રહે. મવડી હેડ કવા. પાસે, અંબીકા ટાઉનશીપ, જીવરાજપાર્ક, વસંતવાટીકા એપાર્ટમેન્ટ બી/૧૦૧ રાજકોત, (૩) વિપુલ કાન્તીભાઇ બેચરા પટેલ ઉ.વ. ૪૫ રહે. સાધુ વાસવાણી રોડ, કોપર સ્ટોન એપાર્ટમેન્ટફલેટ નં. સી/૧૦૨ રાજકોટ, (૪) રસીક દેવજીભાઇ ભાલોડીયા પટેલ ઉ.વ. ૪૩ રહે રવાપર, શ્રીજી એસ્ટેટ મોરબી,(૫) રાજન દિલીપભાઇ મહેતા વાણીયા ઉ.વ. ૪૩ ધંધો. વેપાર રહે. મીલપરા શેરી નં. ૭/૨૦ “અરિહંત” રાજકોટ, (૬) ભરત મગનભાઇ દલસાણીયા પટેલ ઉ.વ. ૪૨ રહે. રવાપર રોડ, સાનીધ્ય પાર્ક, સીલ્વર હાઇટસ એપાર્ટમેન્ટ, ફલેટ નં. ૫૦૩ મોરબી, (૭) કરણ ઓઘડભાઇ પરમાર (ગમારા) ભરવાડ ઉ.વ. ૩૩ રહે. આજીડેમ ચોકડી, માનસરોવર પાર્ક પાસે, સત્યમપાર્ક શેરી નં. ર રાજકોટ, (૮) કમલેશ દયાલજીભાઇ પોપટ લોહાણા ઉ.વ. ૫૩ રહે. રોડ, પંચાયત ચોક, મીલાપનગર શેરી નં. ૧, “જીવતી કુંજ’’ રાજકોત, (૯) અરવીંદ વશરામભાઇ ફળદુ પટેલ ઉ.વ. ૪૧ રહે. બાલાજી હોલ, બેકબોન સોસાયટી મેઇન રોડ, “ડાયમંડ” રાજકોટ અને (૧૦) પ્રદિપ ધીરૂભાઇ ચાવડા ઉ.વ. ૨૯ ધંધો. વેપાર રહે મેટોડા જી.આઇ.ડી.સી. ગેટ નં. ૧, સફર સ્વીટ એપાર્ટમેન્ટ, બ્લોક નં. બી/૪૦૨ રાજકોટ સામેલ છે.

 ઉપરોકત તમામ દસેય ઇસમો પાસેથી નીચે મુજબનો મુદામાલ કબજે કરવામાં આવેલ

છે (૧) રોકડ રૂપિયા ૧૦,૨૪,૦૦૦, (૨) મોબાઇલ ફોન નંગ- ૧૩ કુલ કિ.રૂ. ૪,૯૩,૦૦૦ (3) ફોર્ચ્યુનર કાર નંબર જીજે ૦૩ કેસી ૮૫૮૬ રૂ. ૧૫,૦૦,૦૦૦, (૪)સફારી કાર નંબર જીજે ૦૩ જેસી ૯૦૯૦ રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૩૫,૧૭,૦૦૦નો મુદ્દામાલ તપાસ માટે કબજે કરવામાં આવેલ છે તેમજ ઉપરોકત તમામ દસેય ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . જે ગુન્હાની તપાસ ડી.સી.બી. પો.સ્ટે.ના પો. સબ ઇન્સ. એમ.એમ.ઝાલા ચલાવી રહ્યાછે.

તેમજ આ ગુન્હામાં પકડાયેલ દસેય આરોપીઓની પુછપરછ કરતા સદરહુ જુગારધામ જે નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજા ચલાવતા હતા. તેણે પોતાના પરીચયમાં આવેલ ઇમ્પિરીયલ પેલેસ હોટલના મેનેજર જોન કુરીઆ કોશને રૂમની વ્યવસ્થા કરી આપવા જણાવતા મેનેજર જોનએ ઇમ્પિરીયલ પેલેસના રીસેપ્સનીસ્ટ પ્રીતીબેન રામગુલાબ પટેલને જાણ કરેલ કે તમે નરેન્દ્રસિંહને અથવા વીપુલભાઇને રૂમ આપો તેમના પ્રુફ હું તમને ઇ-મેઇલ કરુ છે અને બાદ સોહીલ જયેશકુમાર કોઠીયા નામનું આધાર કાર્ડ રીસેપ્સનીસ્ટને ઇ-મેઇલ કરેલ જેના નામે રીસેપ્સનીસ્ટ દ્વારા રૂમની એન્ટ્રી કરવામાં આવેલ અને વીપુલભાઇને રૂમની ચાવી આપેલ જે વિપુલભાઇ ઉવ.૪૫ ના છે જયારે રીસેપ્સનીસ્ટને ઇ-મેઇલ કરેલ આઇડીપ્રૂફ વાળા સોહીલ જયેશભાઇ કોઠીયા ઉવ. ૨૨ ના હોઈ તેમજ તેવા નામવાળા કોઇ ઇસમ ત્યા હાજર પણ ન હોય તેમ છતા રીસેપ્સનીસ્ટ દ્વારા ખાતરી કર્યા વગરજ વીપુલભાઇને રૂમની વ્યવસ્થા કરી આપી રૂમની ચાવી આપેલ જે રૂમનુ પ્રાથમીક તપાસ દરમ્યાન ભાડુ રૂ.૧૫,૦૦૦/- નક્કી કરવામાં આવેલ હોવાનુ જણાય આવેલ છે.

 ઉપરોકત તમામ ઇસમો હોટલના રૂમમાં તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરતા મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જે જુગારધામમાં ઇમ્પિરીયલ પેલેસ હોટલના મેનેજર તથા રીસેપ્સનીસ્ટ જેઓએ મદદગારી કરેલ હોય જે ઇમ્પિરીયલ પેલેસ હોટલના મેનેજર જોન કુરીઆ કોશ હાજર મળી આવેલ ન હોય જેઓની તપાસ ચાલુમાં છે તેમજ ઇમ્પિરીયલ પેલેસ હોટલના રીસેપ્સનીસ્ટ પ્રીતીબેન રામગુલાબ પટેલ હાજર હોય જેઓ મહિલા હોય જેથી તેઓને નોટીસ આપવામાં આવેલ છે જેઓ ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે.

પકડવાના બાકી આરોપી:-(૧) ઇમ્પિરીયલ પેલેસ હોટલના મેનેજર જોન કુરીઆ કોશ (૨) ઇમ્પિરીયલ પેલેસ હોટલના રીસેપ્સનીસ્ટ પ્રીતીબેન રામગુલાબ પટેલ.

આ કામગીરી કરનાર ટીમ:

ડી.સી.બી. પો.સ્ટે. ના પો. ઇન્સ. વી. કે. ગઢવી, પો. સબ ઇન્સ. એમ.એમ.ઝાલા, પોલીસ હેડ કોન્સ. ધીરેનભાઇ માલકિયા, અશોકભાઇ લાલ, સંજયભાઇ ચાવડા, કિરતસિંહ ઝાલા, પો. કોન્સ. મહેશભાઇ મંઢ, ઉમેશભાઇ ચાવડા, હીરેનભાઇ સોલંકી, ભગીરથસિંહ ઝાલા, દિપકભાઇ ડાંગર, જગદીશભાઇ વાંક.

(9:05 pm IST)