Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

કુલપતિ-કુલનાયક ઉપર રાજ્ય સરકારને વિશ્વાસ ન હોય તો રાજીનામુ લઈ IAS અધિકારી મુકોઃ કોંગ્રેસ-NSUI

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ-કુલનાયકના રાજીનામાની ઉગ્ર માંગણી

રાજકોટ, તા. ૧૦ :. રાજ્ય સરકારે યુનિવર્સિટીઓમાં કુલપતિ-કુલનાયકની સત્તા ઉપર કાપ મુકતો પરીપત્ર બહાર પાડતા આજે કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે દેખાવો કરી કુલપતિ-કુલનાયકનું રાજીનામુ માંગ્યુ હતું.

કોંગ્રેસના આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા યુનિવર્સિટીઓને ઇ-મેઇલ દ્વારા પત્ર પાઠવવામાં આવેલ છે કે સમગ્ર યુનિવર્સિટીના નાણાંકીય, ભરતી પ્રક્રિયા યુનિવર્સિટીના સતામંડળના સભ્ય સેનેટ, સિન્ડીકેટ સભ્યોની ચૂંટણી વગેરે સરકારનો અભિપ્રાય લેવો. આવા અનેક મુદ્દાઓનો એક પરિપત્ર રાજય સરકારે બહાર પાડેલ છે.

આવેદન પત્રમાં જણાવ્યું છે કે, જયારે રાજય સરકારે પોતાના જ નિમેલા કુલપતિ કે ઉપકુલપતિ પર વિશ્વાસ ના હોય તો એમના રાજીનામા લઇને તત્કાલ ઉચ્ચ લેવલના અધિકારી આઇ. એ. એસ. કે. આઇ. પી. એસ. ને મુકી દેવા જોઇએ તેવી માંગ છે. આ કાયદાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્વાયતતા ઉપર મોટો ખતરો છે તેમજ સરકારને કોઇપણ ફેરફાર કરવો હોય તો યુનિવર્સિટીના એકટને વિધાનસભા ગૃહની અંદર લઇને ફેરફાર કરે. અન્યથા આ મુદા ઉપર યુથ કોંગ્રેસ અને એન.એસ.યુ.આઇ. દ્વારા ઉગ્ર આંદોલન છેડવું પડશે.

આવેદનપત્ર પાઠવતા સમયે રાજદીપસિંહ જાડેજા, મુકુંદ ટાંક, મયુર પટેલ, હરપાલસિંહ જાડેજા, ભાવેશ વાઘેલા સહિતના જોડાયા હતાં.

(4:00 pm IST)