Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

કાલે ભાટીયા બોર્ડીંગ-જંકશન પ્લોટમાં પૂ. જલારામબાપા જન્મ જયંતિની ભવ્યતાથી ઉજવણી કરાશેઃ તડામાર તૈયારી

રાજકોટઃ. કાલે પૂ. જલારામબાપાની ૨૨૨મી જન્મ જયંતિની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવશે. રાજકોટના જંકશન પ્લોટમાં આવેલ ભાટીયા બોર્ડીંગ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે.  પૂ. જલારામ બાપાની તા.૧૧ને ગુરૂવારે જન્મ જયંતી છે. પૂ. જલારામ બાપાની જન્મજયંતી ગામે ગામે ઉજવાશે. ત્યારે રાજકોટમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટના જંકશન પ્લોટ-૧પ, રાજુ ગેસ્ટ હાઉસ સામે, ભાટીયા બોર્ડીગ, ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરાયું છે. અકિલા કાર્યાલયે 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ પૂ.જલારામ બાપા જન્મ જયંતીની ઉજવણી અંગેની વિગતો આયોજકોએ વર્ણવી હતી. પૂ. જલારામ બાપા જન્મ જયંતી નિમિતે ગુરૂવારે અન્નકોટ દર્શન સાંજે ૪ કલાકથી પુજન કાર્યક્રમ સાંજે પ કલાકે, આરતી સાંજે ૬.૩૦ કલાકે, મહાપ્રસાદ સાંજે ૭ કલાકે ભાટીયા બોર્ડીગ ભવન-ગ્રાઉન્ડ, ૧પ જંકશન પ્લોટ  રાજુ ગેસ્ટ હાઉસ સામે રાજકોટ. ખાતે યોજાશે. ભાવીકોને લાભ લેવા જણાવાયું છે.  પૂ. જલારામ બાપા જન્મ જયંતી ઉજવણી અંગે આયોજકોએ વધુમાં જણાવ્યું હતું કે બુંદી-ગાંઠીયા-રોટલી-બટેટાનું શાક-ખીચડી-કઢી-સંભારો-છાશ-પાણી દ્વારા સંપુર્ણ પ્રસાદ રૂપી ભોજન અર્પણ કરાશે. સીનીયર સીટીઝન માટે સ્પેશ્યલ વ્યવસ્થા ભકિત સંગીતના સથવારે ભકિતમય વાતાવરણ, ર૦૦ થી વધારે કાર્યકર્તા ભાઇઓ તથા બહેનોની સેવાના માધ્યમથી જોડાશે. આયોજક શ્રી રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ૬ ભોગ અન્નકોટ દર્શન યોજાશે.  આયોજક મુખ્ય કાર્યકર્તાઓ રાકેશભાઇ પોપટ, જગદીશભાઇ ભોજાણી, ભરતભાઇ કોટક, હેમુભાઇ પરમાર, ભરતભાઇ કોટક, જનકભાઇ કોટક, પ્રતાપભાઇ કોટક, સુરેશભાઇ બેલાણી, મનોજભાઇ લાલ, ગજેન્દ્રસિંહ જાડેજા, અર્જુનભાઇ ન્યાલ ચંદાણી, જેષ્ટારામ ચતવાણી, હરેશભાઇ રાજા, પ્રભુદાસ રાજવીર, જીતુભાઇ પાંધી, પ્રફુલભાઇ કારીયા, શરદ કારિયા, શૈલેષભાઇ પોપટ, ચંદુભાઇ રાચ્છ સહિતના જહેમત ઉઠાવે છે. પૂ. જલારામબાપા જન્મજયંતિ ઉજવણી અંગેની વધુ માહિતી માટે હેમુભાઇ પરમાર ૯૮ર૪પ ૧૩પપ૩, જગદીશ ભોજાણી ૯૯રપ૦ ૪૯૪૯પ, ભરતભાઇ કોટક ૯૪ર૬૭ ૮પપ૮૧, મનોજ લાલ ૯૮ર૪૬ ૭૧૧૭૧, પરાગ કોટક ૯૪ર૮ર પ૭૬૭૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. તસ્વીરમાં તડામાર તૈયારી તથા આયોજક ટીમ નજરે પડટે છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:20 pm IST)