Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

સિદુંરીયાની ખાણથી કસ્તુરબા હાઇસ્કુલ સુધી પાણીની લાઇન કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત

રાજકોટ :.. શહેરના વોર્ડ નં. ૧૪માં સિંદુરીયાની ખાણથી કસ્તુરબા હાઇસ્કુલ સુધી પાણીની લાઇન નાખવાનું ખાતમુર્હુત રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી તથા વોર્ડ નં. ૧૪ તમામ કોર્પોરેટરના હસ્તે કરવામાં આવ્યું. આ તકે રાજકોટ શહેર ભાજપ મંત્રી જયોત્સનાબેન  હળવદિયા રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી રક્ષાબેન બોળીયા, પૂર્વ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચો ઉપપ્રમુખ નરેન્દ્રબાપુ સોલંકી તથા રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, કોર્પોરેટર નિલેશભાઇ જલુ, વર્ષાબેન રાણપરા, ભારતીબેન મકવાણા, વોર્ડ નં. ૧૪ ના પ્રમુખ હરિભાઇ રતાડીયા, વોર્ડ નં. ૧૪ મહામંત્રી નરેન્દ્રભાઇ કુબાવત તથા વિપુલ માખેલા, કિશોરભાઇ પરમાર, શિક્ષણ સમિતિ સભ્ય મહેશભાઇ પરમાર, ગીરીશ પોપટ, અરવિંદ તલસાણીયા, વૈશાલીબેન મહેતા, દિપાલીબેન વોરા, હિનાબેન પટેલ, મનુભાઇ જોબનપુત્રા, અમિત બાવડેચા, ભનુભાઇ પટેલ, રમેશભાઇ કિયાડા, કૌશલ ધામી, માણસુરભાઇ વાળા, મહેશભાઇ ચૌહાણ, લલીતભાઇ પારસાણા, કરણ સોરઠીયા, મયુર ટાંક, જયદીપ નકુમ, બકુલ મકવાણા, રઘુભાઇ બોળીયા, ભગીરથસિંહ ઝાલા, આશીષ ગોહેલ, સમીર મહેતા, રાજુભાઇ તથા લતાવાસીયો ઉપસ્થિત રહ્યા હતાં.

(3:19 pm IST)