Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

રામ નામમે લીન હૈ, દેખત સબમે રામ, તાકે પદ વંદન કરૂ જય જય શ્રી જલારામ...

કાલે જલારામ જયંતિ : ઠેર ઠેર આરતી, પૂજન અને પ્રસાદ વિતરણ

સમઢીયાળા, દેવપરા, આનંદનગર, ગંગોત્રી પાર્ક, પંચશીલ સોસાયટી સહિતના વિસ્તારો બન્યા જલારામમય

રાજકોટ તા. ૧૦ : વિશ્વવંદનીય સંત શિરોમણી પૂ. શ્રી જલારામ બાપાની કાલે રરર મી જન્મ જયંતિ હોય ચોમેર અનેરો ઉત્સાહ છવાયો છે.

'દેનેકો ટુકડા ભલા લેનેકો હરીનામ, હિલ મિલકે રહીયે યહી જલારામ કા પૈગામ' આવો દિવ્ય સંદેશ દુનિયાને આપી  રામભકત શ્રી જલારામબાપાના જન્મોત્સવ નિમિતે શહેરભરમાં પૂજન, આરતી, પ્રસાદ વિતરણના કાર્યક્રમો આયોજીત થયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

જલારામ ઝુપડી સેવા ટ્રસ્ટ

જલારામ ઝુપડી સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૂ. જલારામ બાપાની ૨૨૨ મી જન્મ જયંતિ નિમિતે કાલે તા. ૧૧ ના ગુરૂવારે જલારામ ધામ રાજસમઢીયાળા (રાજકોટથી ૨૧ કિ.મી.) ખાતે સવારે ૧૧ વાગ્યે મહાઆરતી થશે. અન્નકુટ દર્શન તેમજ બપોરે ૧૨ વાગ્યે બટુકોને પ્રસાદી ભોજન પીરસાશે. ભાવિક ભકતોએ દર્શનનો લાભ લેવા જલારામ ઝુંપડી સેવા ટ્રસ્ટના સેવક શ્રીમતી ઉષાબેન - મુકુંદભાઇ ત્રિવેદી (મો.૯૩૧૬૦ ૬૭૧૭૪) અને સર્વે ટ્રસ્ટીગણ તથા કારોબારી સભ્યોએ અનુરોધ કરેલ છે. ઉલ્લેખનીય છે કે દર ગુરૂવારે આ સંસ્થા દ્વારા વિવિધ વિસ્તારમાં જઇ પૂ. જલારામ બાપાને પ્રિય પ્રસાદી કઢી ખીચડી, બુંદી અને બટેટાના શાકનું વિનામુલ્યે પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવે છે.

રઘુવંશી સોશ્યલ ગ્રુપ

કોઠારીયા રોડ, દેવપરા શાક માર્કેટ પાસે સેવારત રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા કાલે વિનોદભાઇ શેઠ કોમ્યુનીટી હોલ ખાતે પૂ. જલારામ જયંતિ નિમિતે સવારે ૯ થી બપોરે ૩ સુધી બુંદી ગાઠીયાના પડીયા બનાવી પ્રસાદરૂપે વિતરણ કરાશે. ભાવિકોએ લાભ લેવા રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા અનુરોધ કરાયો છે.

જલારામ સેવા મંડળ ટ્રસ્ટ

જલારામ સેવા મંડળ ટ્રસ્ટ આનંદનગર દ્વારા કુંદનબેન રાજાણીના માર્ગદર્શન હેઠળ તા. ૧૧ ના ગુરૂવારે જલારામ જયંતિની ભકિતસભર ઉજવણી કરાશે. અન્નકુટ દર્શન બપોરે ૧૨ વાગ્યે ખુલ્લા મુકાશે. અન્નકુટ દર્શન સવારે ૭ થી રાત્રીના ૧૧ સુધી ખુલ્લા રહેશે. જેનો ધર્મપ્રેમીજનોએ લાભ લેવા જલારામ સેવા મંડળના ટ્રસ્ટીઓએ અનુરોધ કરેલ છે.

શિલ્પન ઓનીક્ષ પરિવાર

યુનિવર્સિટી સામે ગંગોત્રી પાર્ક મેઇન રોડ ખાતે શિલ્પન ઓનીક્ષ પરિવાર દ્વારા  કાલે જલારામ જયંતિ મહોત્સવ ઉજવાશે. કાલે સાંજે ૭ વાગ્યે મહાઆરતી, ૭.૩૦ વાગ્યે મહાપ્રસાદ અને રાત્રે ૮ થી ૧૧ ભજન સંધ્યા રાખેલ છે. ભેટ સોગાદ અસ્વીકાર્ય રાખેલ છે.

જલારામ મંદિર પંચશીલ સોસા.

ગોંડલ રોડ, દોશી હોસ્પિટલ પાસે પંચશીલ સોસાયટી ખાતે શ્રી જલારામ મંદિર ખાતે કાલે તા. ૧૧ ના ગુરૂવારે જલારામ જયંતિ ઉત્સવ ઉજવાશે. સવારે ૮.૩૦ વાગ્યે મહાઆરતી, બપોરે ૧૧ થી ૧ મહાપ્રસાદ રાખેલ છે. જલારામ ગૃપના સર્વશ્રી પરેશભાઇ કેશરીયા (મો.૯૯૨૫૬ ૧૨૦૯૯), રાજેશભાઇ ગંગદેવ (મો.૯૮૨૫૩ ૪૬૬૪૭), શૈલેષભાઇ તન્ના, રાજુભાઇ તન્ના, પંકજભાઇ તન્ના, ભાવેશભાઇ કેશરીયા, જયભાઇ મીરાણી, હર્ષભાઇ કેશરીયા, કિશોરભાઇ ભીમજીયાણી, જયેશભાઇ ખગરામ, મધુવનભાઇ ગોલાણી, નિલેશભાઇ તન્ના, યજ્ઞેશભાઇ વસંત, હર્ષભાઇ કેશરીયા, જયેશભાઇ વઘાસીયા, જયભાઇ મીરાણી, અમીભાઇ ખગરામ, હિતેષભાઇ, કોકીલભાઇ કકકડ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:13 pm IST)