Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

કાલે પંચનાથ મંદિરે શ્રી જલારામ ઝુંપડીના દર્શન- મહાઆરતી

શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા આ વર્ષે શોભાયાત્રા નહિ નિકળે : પૂ.જલાબાપાની રંગોળી બનાવશે, ભાવિકોને બુંદી- ગાંઠીયાની પ્રસાદનું વિતરણઃ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાશે

રાજકોટ,તા.૧૦:  વિશ્વ વંદનીય સંત પૂરૂષ પૂ.શ્રી જલારામ બાપાની ૨૨૨ મી જન્મજયંતિ અનુસંધાને શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા તા.૧૧ ગુરૂવારે સાંજે ૭ કલાકે પંચનાથ મહાદેવ મંદિર ખાતે પૂ.શ્રી જલારામબાપા સમક્ષ મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઈ પોબારૂ, સર્વ હોદ્દેદારો, સર્વ જલારામ ભકતો, દાતા પરિવારજનો તથા શ્રી જલારામ જન્મોત્સ સમિતિના સર્વે- જલારામ ભકતો ઉપસ્થિત રહેશે.

શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા કોરોનાની ગાઈડ લાઈન મુજબ આ વખતે પૂ.શ્રી જલારામ શોભાયાત્રા નહીં યોજાય મુલત્વી રાખવામાં આવેલ છે. પરંતુ પૂ.શ્રી જલારામ બાપાની પ્રિય પ્રસાદી બુંદી તથા ગાંઠીયાનો પ્રસાદ પેકેટમાં- સર્વે જલારામ ભકતોને આપવામાં આવશે. જેમાં સરકારની ગાઈડ લાઈન મુજબ સર્વ નિયમોનું પાલન કરવું ફરજીયાત રહેશે.

આવતીકાલે તા.૧૧ ગુરૂવારે સાંજે યોજાનાર મહાઆરતી તથા બુંદી- ગાઠીયાંનો પેકેટમાં પ્રસાદ વિતરણ અનુસંધાને સર્વે જલારામ ભકતોની એક અગત્યની મીટીંગ આજે બુધવારે સવારે પંચનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં યોજવામાં આવેલ. જેમાં જલારામ ઝૂંપડી દર્શન તથા જલારામ બાપાની રંગોળી કરવામાં આવશે. જેમાં મનીષાબેન કુંડલીયાની ટીમ સેવા આપશે.

શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ- રાજકોટ સર્વે જલારામ ભકતો રમેશભાઈ ઠકકર, પ્રવિણભાઈ કાનાબાર, અશોક હિન્ડોચા, નવીનભાઈ છગ, કલ્પેશભાઈ તન્ના, મનીષભાઈ સોનપાલ, મયંકભાઈ પાઉં, વજુભાઈ વિઠ્ઠલાણી,  રમણભાઈ કોટક, મનુભાઈ જોબનપુત્રા, પિયુષભાઈ કુંડલીયા, કિરીટભાઈ કેશરીયા તથા વોર્ડવાઈઝ જલારામ અશ્વિનભાઈ વિઠ્ઠલાણી, અશ્વિન મીરાણી સહિત સર્વ જલારામ ભકતો દ્વારા સર્વ જલારામ ભકતોને પંચનાથ મહાદેવ મંદિર રાજકોટ ખાતે મહાઆરતીમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ અપાયું છે.

વધુ વિગતો માટે શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ મો.૯૮૨૪૨ ૬૫૩૦૦, મો.૯૪૨૬૨ ૫૪૯૯૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.તસ્વીરમાં સર્વશ્રી રમેશભાઈ  ઠકકર, પ્રવિણભાઈ કાનાબાર, અશોક હિન્ડોચા, કલ્પેશ તન્ના, નલીનભાઈ છગ, રમણભાઈ કોટક, મયંકભાઈ પાઉં, અશ્વિનભાઈ મીરાણી, હિતેન્દ્ર વડેરા, ભાવિનભાઈ કોટેચા, વિક્રમભાઈ ઠકરાર, મેહુલભાઈ નથવાણી, વિજયભાઈ તન્ના નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) 

(2:42 pm IST)