Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

૨૧ લાખના ગાંજાની હેરાફેરી કરવાના ગુનામાં આરોપીની જામીન અરજી નામંજુર

રાજકોટ, તા. ૧૦ :. ૨૧ લાખથી વધુની રકમના નશીલા પદાર્થ ગાંજાની હેરાફેરીમાં પકડાયેલ આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. ૧૩-૬-૧૮ના રોજ પોલીસે ભકિતનગર વિસ્તારમાંથી રૂ. ૨૧ લાખથી વધુની રકમનો નશીલો પદાર્થ ગાંજો ૩૫૭ કિલોગ્રામ પકડી પાડેલ અને તે ગુન્હામાં ગાંજાની સપ્લાય કરનાર આરોપી ચેતનસિંહ ઉર્ફે રાજભા ભૂપેન્દ્રસિંહ ઝાલા રહે. દેલાડવા તા. ચોરાસી, જી. સુરતવાળાને પકડી જેલ હવાલે કરેલ.

જેલમાંથી આરોપીએ ચાર્જશીટ પછી જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર થઈ જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુન્હો છે અને આરોપી આટલા મોટા નશીલા પદાર્થ ગાંજાની હેરાફેરી કરતા ઝડપાયેલ છે. આરોપીને જો જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુન્હા કરશે અને લોકોને નશીલા બનાવી અનેક કુટુંબો બરબાદ થઈ જશે તે રજૂઆતને ધ્યાને લઈ સેસન્સ જજ શ્રી યુ.ટી. દેશાઈએ જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા.

(2:41 pm IST)