Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

જુના માર્કેટ યાર્ડ પાસેથી ધર્મેશ દારૂ સાથે પકડાયોઃ દિલીપનું નામ ખુલ્યું

રાજકોટ તા. ૧૧: જુના માર્કેટ યાર્ડ પાસેથી મંછાનગર મફતીયાપરામાં રહેતાં ધર્મેશ વલ્લભભાઇ ચોવટીયા (ઉ.૪૫) નામના પટેલ શખ્સને બી-ડિવીઝન પીએસઆઇ એચ. એમ. જાડેજા અને કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા સહિતે રૂ. ૨૦૦ના વિદેશી દારૂ સાથે પકડી લીધો હતો. પોલીસે શંકા પરથી અટકાવી તલાશી લેતાં તેના પેન્ટના નેફામાંથી બ્લેન્ડર સ્પ્રાઇડ વ્હીસ્કીની સીલ તૂટેલી બોટલ મળી હતી. જેમાં ૨૦૦ મી.લી. દારૂ હોઇ ગુનો નોંધી ધરપકડ કરી પુછતાછ કરતાં પોતે આ દારૂ દિલીપ કરસનભાઇ ચંદારાણા પાસેથી લાવ્યાનું કહેતાં તેનું પણ આરોપીમાં નામ જોડવામાં આવ્યું હતું.

(2:39 pm IST)