Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

મવડીથી હોન્‍ડા ચોરી ફેરવતો ખોડિયારનગરનો હિતેષ પકડાયો

માલવીયાનગર ડી. સ્‍ટાફની ટીમે પકડી લઇ કાર્યવાહી કરી

રાજકોટ તા. ૧૧: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ ખોડિયારનગર-૧માં ગજાનન સ્‍કૂલ સામેની શેરીમાં રહેતો હિતેષ વિનોદભાઇ સોલંકી (ઉ.૨૦) ચોરાઉ બાઇક ફેરવતો હોવાની બાતમી માલવીયાનગરના હરપાલસિંહ અને કુલદિપસિંહ જાડેજાને મળતાં પીએસઆઇ વી. કે. ઝાલા, મસરીભાઇ ભેટારીયા, દિગપાલસિંહ, કમલેશભાઇ, રોહિતભાઇ, અંકિતભાઇ, હિતેષભાઇ સહિતે પકડી લઇ પુછતાછ કરતાં અને પોકેટ કોપ એપ્‍લીકેશનમાં ચેક કરતાં આ વાહન અન્‍યના નામે રજીસ્‍ટર થયું હોવાનું જણાતાં આકરી પુછતાછ કરતાં ચાર દિવસ પહેલા મવડી ગામ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાંથી ચોરી કર્યાનું કબુલતાં તેની ધરપકડ કરી રૂા. ૩૫ હજારનું વાહન કબ્‍જે કર્યુ હતું. પીઆઇ કે. એન. ભુકણની રાહબરીમાં વધુ તપાસ થઇ રહી છે. અગાઉ આ શખ્‍સ જાહેરનામાના ભંગમાં પકડાયો હતો.

 

(11:45 am IST)