Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

રાજકોટમાં એક મહિનામાં ૬ મોબાઇલ ચોરનાર વંથલી મહોબતપુરનો નિરવ ઉર્ફ બાવ પકડાયો

ઘરનો દરવાજો ખુલ્લો હોય અને લોકો ઉંઘતા હોય તેનો લાભ ઉઠાવી ચોરી કરતો : માલવીયાનગર પોલીસે ગુરૂપ્રસાદ ચોકમાંથી પકડયોઃ અગાઉ જુનાગઢ-વંથલીમાં ચોરી-દારૂના ૮ ગુનામાં સંડોવણી

રાજકોટ તા. ૧૧: શહેરમાં છેલ્લા એક મહિનામાં અલગ અલગ મકાનોમાં ઘુસી છ મોબાઇલ ફોનની ચોરી કરનારા વંથલી મહોબતપુર (નવાગામ)ના નિરવ ઉર્ફ બાવ સુધીરભાઇ ટીલવા (ઉ.વ.૩૩)ને માલવીયાનગર પોલીસે બાતમી આધારે ગુરૂપ્રસાદ ચોકમાંથી રૂા. ૫૫,૦૦૦ના ૬ ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી લીધો છે.
પોલીસે તેની પાસેથી વીવો, રીયલ મી, ઇન્‍ફીનીક્‍સ કંપનીના ફોન કબ્‍જે કર્યા છે. આ ખ્‍સ અગાઉ અગાઉ જૂનાગઢ અને  વંથલીમાં દારૂ, ચોરીના આઠ ગુનામાં સંડોવાઇ ચુક્‍યો છે.  રાજકોટમાં તેણે એક મહિનામાં છ ફોન ચોર્યા હતાં. જે લોકો પોતાના મકાનના દરવાજા ખુલ્લા રાખીને સુતા હોય તેવા ઘરમાં ઘુસી જઇ તે મોબાઇલ ફોન ચોરી લેતો હતો. આ મોબાઇલ ફોન વેંચવા તે ગુરૂપ્રસાદ ચોકમાં આવ્‍યાની બાતમી માલવીયાનગરના કોન્‍સ. હરપાલસિંહ જાડેજા અને કુલદિપસિંહ જાડેજાને મળતાં પકડી લેવાયો હતો.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પીઆઇ કે. એન. ભુકણની સુચના મુજબ પેટ્રોલીંગ દરમિયાન આ કામગીરી પીએસઆઇ વી. કે. ઝાલા,  હેડકોન્‍સ. મસરીભાઈ ભેટારીયા, દિગ્‍પાલસિંહ જાડેજા, કમલેશભાઈ મોરી, કોન્‍સ. હરપાલસિંહ જાડેજા, રોહીતભાઇ કછોટ, કુલદીપસિંહ જાડેજા, હિતેષભાઈ અગ્રાવત તથા અંકીતભાઈ નિમાવતે આ કામગીરી કરી હતી.

 

(11:23 am IST)