Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં ક્લીનર કમ જુનિયર ફાયરમેનની ભરતી માટે તા. ૧૦ થી ૨૦ નવેમ્બર સુધી પ્રેક્ટિકલ ટેસ્ટ

અંદાજે દરરોજ ૬૦૦ ઉમેદવારોને પરીક્ષા માટે બોલાવ્યા છે

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ શાખાની ક્લીનર કમ જુનીયર ફાયરમેન સંવર્ગની કુલ-૨૫ જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન માધ્યમથી અરજીઓ મંગાવવામાં આવેલ જેમાં કુલ-૬૭૩૧ ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવેલ છે.

        ક્લીનર કમ જુનીયર ફાયરમેન સંવર્ગની કુલ-૨૫ જગ્યાઓ માટે આવતીકાલ તા.૧૦  થી તા.૨૦ દરમ્યાન રોજના અંદાજિત-૬૦૦ ઉમેદવારોની પ્રેક્ટિકલ ટેસ્ટનું આયોજન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર, કોઠારિયા રોડ, રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. તમામ ઉમેદવારોને મોબાઈલ એસ.એમ.એસ.થી ઓનલાઈન કોલલેટર ડાઉનલોડ કરવા જાણ કરવામાં આવેલ છે.

(9:03 pm IST)