Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

એક મહિનામાં ૬ મોબાઈલ ફોન ચોર્યા: વંથલી મહોબતપુર નવાગામના નીરવ ઉર્ફે બાવને માલવીયાનગર પોલીસે ગુરૂ પ્રસાદ ચોકમાંથી પકડ્યો: રાજકોટમાં ખુલ્લા મકાનમાં ઘુસી લોકો ઊંઘતા હોય ત્યારે ચોરી કરતો

રાજકોટઃ માલવીયાનગર પોલીસે બાતમી આધારે ગુરૂપ્રસાદ ચોકમાંથી નીરવ ઉર્ફે બાવ સુધીરભાઇ ટીલવા (ઉ.વ.-૩૩ ધંધો-મજુરીકામ રહે-મહોબતપુર (નવાગામ) તા. વંથલી જી. જુનાગઢ)ને ૬ ચોરાઉ મોબાઈલ ફોન સાથે પકડ્યો છે. રૂ. ૫૫,૦૦૦ના આ છ મોબાઈલ ફોન તેણે છેલ્લા એક જ મહિનામાં ચોરી કર્યા છે.

તેની પાસેથી કબ્જે થયેલા ફોનમાં (૧) વીવો કંપનીનો Y-20G મોડેલનો મોબાઇલ ફોન IMEI NO. 864948054138917 કિ.રૂ.૧૨,૦૦૦/ (ર) વીવો કંપનીનો Y-73 મોડેલનો મોબાઇલ ફોન IME NO. જોતા 868188054399419 કિ.રૂ.૧૦,૦૦૦/ (૩) રીયલ 8 કંપનીનો મોબાઇલ ફોન IMEI NO, જોતા 868098053086539 કિ.રૂ.૧૦,૦૦૦/ (૪) INFINX કંપનીનો X689 મોડેલનો મોબાઇલ ફોન IMEI NO. જોતા 359531561566481 કિ..રૂ.૧૦,૦૦૦/ (૫) રીયલ મી કંપનીનો C-15 મોડેલનો મોબાઇલ ફોન IMEI NO. જોતા 861804041492250 કિ..રૂ.૮,૦૦૦/ (૬) રીયલ મી કંપનીનો C-2 મોડેલનો મોબાઇલ ફોન IMEI NO. જોતા 861817040364817 કિ.રૂ.૫,૦૦૦ સામેલ છે.

અગાઉ જૂનાગઢ વંથલીમાં દારૂ, ચોરીના આઠ ગુનામાં તે પકડાઈ ચુક્યો છે. તે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી જે મકાન ખુલ્લા હોય અને લોકો સુતા હોય તે મકાનમાં પ્રવેશ કરી મોબાઇલ ફોનની ચોરી કરે છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા નાયબ પો.કમી. મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમીશનર જે.એસ.ગેડમની સૂચના મુજબ સર્વેલન્સ સ્ક્વોડના પોસબ ઇન્સ. વી.કે ઝાલા તથા ટીમના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે પો.કોન્સ. હરપાલસિંહ જાડેજા તથા કુલદીપસિંહ જાડેજાની બાતમી આધારે પો.ઈન્સ. કે.એન.ભુકણ, પીએસઆઇ . વી.કે.ઝાલા, હેડકોન્સ. મસરીભાઈ ભેટારીયા, દિગ્પાલસિંહ જાડેજા, કમલેશભાઈ મોરી, કોન્સ. હરપાલસિંહ જાડેજા, રોહીતભાઇ કછોટ, કુલદીપસિંહ જાડેજા, હિતેષભાઈ અગ્રાવત તથા અંકીતભાઈ નિમાવતએ આ કામગીરી કરી હતી.

(8:10 pm IST)