Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

રાજકોટમાં દિવાળી નિમીતે રંગોળી સ્પર્ધા તેમજ "ઝૂ" માં ૬૦૦ જવાનોએ બંધોબસ્ત જાળવી સેવા પ્રદાન કરી

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્રારા રેસકોર્ષ રીગ રોડ ખાતે તા.૦૨ થી ૦૬/૧૧/૨૧ સુધી યોજાયેલ ‘‘રંગોલી’’ સ્‍પધામાં બહોળી સંખ્યામાં સહેરી નાગરીકો દ્રારા ઉત્સાહ પુર્વક ભાગ લીધેલં રંગોળી સ્‍પધાનાં દિવસ-૫ દરમ્યા આયોજનનાં સ્‍થળે મહાનગરપાલિકાનાં કમિશનરશ્રીની સુચના તથા નાયબ કમિશનરશ્રીનાં માર્ગદશન તથા નાયબ પોલિસ અધિક્ષક અને સુરક્ષા અધિકારીશ્રી દ્રારા એસ.આર.પી./પોલીસ જવાન/ચોકીદાર ૪૦ જવાનો તથા પ્રાઇવેટ સિક્યુરીટી ગાર્ડ-૨૨૦ તેમજ જરૂરી પેટ્રોલીંગ વાહન દ્રારા રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્‍ત ગોઠવેલ. રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો દ્રારા અલગ-અલગ થીમ પર બનાવેલ રંગોળીઓને નિહાળવા માટે મોટી સંખ્યામાં શહેરીજનોએ મુલાકાત લીધી હતી અને ‘‘રંગોળી સ્‍પર્ધા’’ નાં આયોજનમાં સુરક્ષા બંદોબસ્‍તની મહત્વની ભૂમિકા રહી હતી.

        દિવાળીનાં તહેવાર અન્વયે મહાનગરપાલિકા દ્રારા બનાવવામાં આવેલ પ્રધ્યુમન પાર્ક ખાતે મોટી સંખ્યામાં શહેરી નાગરીકો દ્રારા મુલાકાત લેતા હોય તહેવાર અન્વયે પ્રધ્યુમન પાર્ક ખાતે કોઇપણ પ્રકાર અનિચ્છનીય બનાવ નબને તેમાટે પ્રધ્યુમન ખાતે જરૂરી વધારાનો સ્‍ટાફ ફાળવી સુરક્ષા વ્‍યવસ્‍થા ચોક્કસ કરવામાં આવેલ આમ સુરક્ષા સંબંધિત વ્‍યવસ્‍થા બિનચૂક જળવાય રહે સાથો સાથ  શહેરીજનો તહેવારની ઉજવણી કરી શકે તે માટે મહાનગરપાલિકા દ્રારા સુરક્ષા સંબધિત ચોક્કસ બંદોબસ્‍ત કરી દિવાળીનાં તહેવારની જાહેર રજાઓ દરમ્યાન પણ મહાનગરપાલિકાની સુરક્ષા વિભાગના અધિકારી/કર્મચારીઓની ફરજ નિષ્‍ઠાનું ઉદારણ પુરૂ પાડેલ છે.

(9:00 pm IST)