Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

ગોંડલના ગરનાળામાં શેરીમાં પાણી કેમ ઢોળો છો? કહી કિંજલબેન પટેલ પર પડોશી સુરેશભાઇ અને સરોજબેનનો ધોકાથી હુમલો

રાજકોટઃ ગોંડલના ગરનાળા ગામે રહેતાં કિંજલબેન નરેશભાઇ વીરપરીયા (પટેલ) (ઉ.૨૩)ને પડોશી સુરેશ કાનજીભાઇ પરમાર અને સરોજબેન સુરેશ પરમારે તમે કેમ ઘરનું પાણી શેરીમાં ઢોળો છો? તેમ કહી ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારી તેમજ લાકડીથી હુમલો કરી માથામાં ફટકારી દેતાં લોહીલુહાણ થઇ ગયા હતાં. પરિવારના સભ્ય બચાવવા આવતાં તેને પણ માર મારવામાં આવ્યો હતો. લાકડી માથામાં લાગતાં કિંજલબેનને નવ ટાંકા લેવા પડ્યા હતાં. હેડકોન્સ. ડી. બી. ખાચરે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:53 am IST)