Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

રાજકોટ યાર્ડમાં મગફળી-કપાસની ધૂમ આવક

દિવાળીની રજા બાદ વાવાઝોડાનું સંકટ આવતા આવકો બંધ કરાઇ'તીઃ મગફળીની ર૮,૦૦૦ ગુણીની અને કપાસની ૩૦ થી ૩ર હજાર મણની આવકઃ ભાવો સ્થિર

રાજકોટઃ દિપાવલીની રજા અને વાવાઝોડાના સંકટ ટળ્યા બાદ આજે રાજકોટ યાર્ડમાં મગફળી અને કપાસની ધૂમ આવક થઇ હતી. યાર્ડના વેપારી સુત્રોના જણાવ્યા મુજબ મગફળીની ૩૦૦ વાહનમાં ર૮,૦૦૦ ગુણીની આવકો થઇ હતી. જીણી મગફળીના ભાવ ૮૮૦ થી ૧૦ર૦ રૂ. અને જાડી મગફળીના ભાવ ૮૪૦ થી ૮૯૦ રૂ. ખેડુતોને મળ્યા હતા. તેવી જ રીતે કપાસની ૪૦૦ જેટલા વાહનોમાં ૩૦ થી ૩ર હજાર મણની આવક થઇ હતી અને ઉભા વાહનમાં જ કપાસની હરરાજી કરવામાં આવી હતી. ઉચ્ચ કવોલીટીના  કપાસના ૧ મણના ભાવ ૯પ૦ થી ૧૦૧૦ રૂ. અને એવરેજ કપાસના ૯૦૦ થી ૧૦૦૦ રૂ.ના ભાવે વેચાયો હતો. દિવાળીની રજા બાદ મહા વાવાઝોડાનું સંકટ આવતા ખેડુતોને નુકશાન ન જાય તે માટે યાર્ડના સતાવાળાઓ દ્વારા મગફળી અને કપાસની આવકો બંધ કરાઇ હતી. આજથી ફરી આવકો ચાલુ થતા યાર્ડો ધમધમવા લાગ્યું હતું. તસ્વીરમાં યાર્ડમાં મગફળીના ઢગલા અને કપાસ ભરેલા વાહનો નજરે પડે છે.

(1:15 pm IST)