Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

કાલાવડ રોડ વોકહાર્ટ હોસ્પિટલ પાસે કારમાં આગ

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પિટલ સામે એક જી.જે.પ સીએન-૪૭૮૬ નંબરની આઇ-૨૦ કારના આગળનાભાગે એકા એક આગ લાગતા ભાવેશભાઇ નામના વ્યકિતએ જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળપર પહોંચી આગ બુઝાવી હતી. આગમાં કાર આગળનો ભાગ બળી ગયો હતો. ખબર પડતા કારમાલીક અજીતભાઇ કાળાભાઇ દોડી આવ્યા હતા. આગ કયા કારણોસર લાગી અને તેમાં કેટલુ નુકસાન થયુ તે અંગે તપાસ થઇ રહી છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:34 pm IST)