Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

પ્રદ્યુમન પોલીસ સ્ટેશનની યશસ્વી કામગીરી:ભૂલી પડેલ અસ્થિર મગજની બાળકીનું પરિવાર સાથે કારવ્યું મિલન

ગણતરીના કલાકોમાં જ બાળકીના માતા પિતા સાથે મેળાપ કરાવ્યો

રાજકોટ :શહેરના પ્રદ્યુમન પોલીસ સ્ટેશન દ્વારા યશસ્વી કામગીરી કરાઈ છે એક વિખુટી પડેલી બાળકીનો તેના માતા પિતા સાથે ગણતરીની કલાકોમાં મેળાપ કરાવ્યો હતો

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,સંયુક્ત પોલીસ કમિશનર સિદ્ધાર્થ ખત્રી,નાયબ પોલીસ કમિશ્નર ઝોન -2 મનોહરસિંહ જાડેજા,મદદનીશ પોલીસ કમિશનર અપશ્ચિમ વિભાગ ટંડેલ દ્વારા આજે બપોરે 2-30 વાગ્યાની આસપાસ એક અસ્થિર મગજની બાળકી રિઝવાના ,,આશરે 7 વર્ષ તેના પરિવારથી જંકશન પ્લોટમાં આવેલ ગેબનશા પીરની દરગાહ પાસે ભુલી પડી ગયેલ હતી તેના માતા પિતા સાથે મિલાપ કરાવવાની સૂચના સૂચના આપેલ જે મુજબ ઇન્ચાર્જ પો.ઇન્સ,એમ,જે,રાઠોડના માર્ગદર્શન મુજબ પ્રઃ નગર પો.સ્ટે,ના પીએસઓ ,પો,હેડ,કિન્સ,મુસ્તાકભાઈ જુનેજા,તેમજ WPC હરેશ્વરી બા ઝાલા,પીસીઆર 15ના પીસી જલાભાઇ ધગલ ,ધ્વનિત દવે વિગેરે સ્ટાફે બાળકીના પિતા અસલમભાઇ કરીમભાઇ ચલંગા તથા માતા રૂક્ષાનાબેન રહે ભગવતી પરા મિયાણાવાસ બોરીચા સોસાયટી વાળા સાથે આ બાળકીનું ગણતરીની કલાકોમાં મિલન કારવ્યું હતું

  આ કામગીરીમાં ઈ,પો,ઇન્સ,એમ.જે રાઠોડના માર્ગદર્શન મુજબ પીએસઓ ,પો,હેડ,કોન્સ,મુસ્તાકભાઈ જુણેજા ,WPC હરેશ્વરીબા ઝાલા ,પીસીઆર 15માં પીસી જલાભાઇ ધગલ ,ધ્વનિત દવે પ્ર નગર પોલીસ સ્ટેશનના સ્ટાફ જોડાયા હતા

(10:17 pm IST)