Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

પેડક રોડ શકિત સોસાયટીમાં પાનના ધંધાર્થી પટેલ ચંદુભાઇ સોજીત્રાના ઘરમાં ૧.૧૬ લાખની ચોરી: નવા વર્ષની પોતાની સ્ટાઇલથી ઉજવણી કરતાં તસ્કરો

રાજકોટઃ સામા કાંઠે પેડક રોડ પર ન્યુ શકિત સોસાયટીમાં રહેતાં અને ઘર નજીક પાનની દૂકાન ચલાવતાં ચંદુભાઇ પ્રેમજીભાઇ સોજીત્રા (પટેલ) (ઉ.૫૨)ના ઘરની બારીનો કાચ તોડી બારી ખોલી અંદર પ્રવેશ કરી તસ્કરો કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી રૃા. ૧,૧૬,૦૦૦ની મત્તા ચોરી જતાં બી-ડિવીઝનના પીએસઆઇ આર. એસ. સાકરીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચંદુભાઇના જણાવ્યા મુજબ ૮મીએ સાંજે પોતે, પત્નિ હંસાબેન, દિકરી રિન્કલબેન એમ બધા ડેરોઇ ગામે ગયા હતાં. ત્યાં એક રાત રોકાયા હાં. દિકરા સિધ્ધાર્થને તેની પત્નિ ચાંદની સાથે ગોવા ફરવા ગયા હોઇ રાજકોટનું ઘર રેઢુ હતું. ભાઇબીજના દિવસે પરત આવ્યા ત્યારે બારી તૂટેેલી જોવા મળી હતી. તપાસ કરતાં કબાટ કપડા વેરવિખેર હોઇ ચોરી થયાની ખબર પડી હતી. તસ્કરો રૂ ૧૧૫૦૦ રોકડા, સોનાની લક્કી, વીંટી ચાર, ચાંદીનું નારીયેળ, કંકાવટી, સાંકળા સહિતની માલમત્તા ચોરી ગયા હતાં.

(12:53 pm IST)