Gujarati News

Gujarati News

News of Saturday, 10th November 2018

રાજકોટમાં મારામારી સહિતના ગુન્હામાં સંડોવાયેલ ચાર આરોપીને અડપી લેતી પ્રદ્યુમ્ન પોલીસ

 

રાજકોટ :મારામારી સહિતના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા ઉપરી ઓફિસરોની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રદ્યુમ્ન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પકેટર એમ,જે રાઠોડ સહિતનાએ ચાર આરોપીને ઝડપી પાડયા છે

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,સંયુક્ત પોલીસ કમિશનર સિદ્ધાર્થ ખત્રી ,નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજા,મદદનીશ પોલીસ કમિશ્નર પશ્ચિમ વિભાગ ટંડેલએ મારામારીસ સહિતના ગુનાના આરોપીને શોધી કાઢવા આપેલ સૂચના મુજબ પોલીસ ઇન્સ,એમ,જે રાઠોડ ,પો,હેડ, કોન્સ્ટે,દેવશીભાઇ ખાંભલા,અરવિંદભાઈ મકવાણા,મોહસીનખાન મલેક,અશોકભાઈ કલાલ,પોલીસ કોન્સ્ટેબલ જયદીપભાઈ ધોળકિયા, હેમેન્દ્રભાઈ વાઘીયા, મનજીભાઇ ડાંગર,જયેદ્રસિંહ પરમાર પેટ્રોલિંગમાં હતા ત્યારે પો.હેડ,કોન્સ,મોહસીનખાન મલેક,અરવિંદભાઈ મકવાણા અને હેમેન્દ્રભાઈ વાઘીયાને મળેલ બાતમીના આધારે પ્રદીપ ઉર્ફે પંડિયો પ્રવીણભાઈ સાડમિયાં દેવીપૂજક (,,24)રહે ગાયકવાડી -5ના છેડે કીતીપરા ,પરા બ્લોક ,એચ કવા ,,201,રાજકોટ,ગૌતમ ધનજીભાઈ કાવડિયા (,, 20 )રહે,કીટી પરા ,પરા બ્લોક,, એચ,કવા ,,305 રાજકોટ ,વિક્કી,ઉર્ફે હેડન જીણાભાઇ સોલંકી (,, 20 )રહે,ગાયકવાડી શે,, 5ના છેડે કીટીપરા ,પરા બ્લોક , એચ કવા ,,407રાજકોટ અને સુરેશ ઉર્ફે ચીની કાંતિભાઈ લોરિયા ( ,,20 ) રહે,ગાયકવાડી શેર,,3ના ખૂણે 40 નંબરની સ્કૂલની બાજુમાં ઝૂંપડામાં રાજકોટને સદરહુ ગુન્હામાં વાપરેલ હથિયાર છરી તથા લોખંડનો પાઇપ અને રીક્ષા ,જીજે 03 બિયું 6045 કી,50,000 ગણી મુદામાલ કબ્જે કરેલ હતો અને આરોપીઓને અટક કરેલ હતા

  સમગ્ર કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ,જે,રાઠોડ,એએસઆઇ તુષાબેન સર્વેલન્સ પો,હેડ,કોન્સ,દેવશીભાઇ ખાંભલા,અરવિંદભાઈ મકવાણા,મોહસીનખાન મલેક,અશોકભાઈ કલાલ,પો,કોન્સ,આનંદભાઈ ,જયદીપભાઈ ધોળકિયા,હેમેન્દ્રભાઈ વાઘીયા,મનજીભાઇ ડાંગર,જયેન્દ્રસિંહ પરમાર જોડાયા હતા

(12:03 pm IST)