Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

આજી જીઆડીસી કેમિકલની ફેક્ટ્રીમાં આગ : ૧૦ દાઝયા

આગ વિકરાળ હોવાથી બ્રિગેડ કોલ જાહેર કરાયો : રાજકોટ ચીફ ફાયર ઓફિસર સહિતના દસ જણાં દાઝયા નેપ્થા કેમિકલ લીધે આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત

અમદાવાદ, તા.૧૦ : રાજકોટના આજી જીઆઇડીસીમાં આવેલી એક કેમિકલની ફેક્ટરીમાં આજે બપોરે બહુ મોટી અને ભીષણ આગ લાગતાં ભારે ચકચાર અને દોડધામ મચી ગઇ હતી. આગ એટલી ભયંકર અને વિકરાળ હતી, તેને લઇ ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. આગની આ દુર્ઘટનામાં ચીફ ફાયર ઓફિસર સહિત દસ જણાં દાઝયા હતા. આગના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ભયંકર વિકરાળ આગમાં રાજકોટ ચીફ ફાયર ઓફિસર સહિત દસ જણાં વત્તા ઓછા અંશે દાઝયા હતા. બીજીબાજુ, આગની વિકરાળતાને જોતાં આજુબાજુના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં દસથી વધુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવા યુધ્ધના ધોરણે પ્રયાસ હાથ ધરાયા હતા. જો કે, ફેકટરીમાં નેપ્થા કેમિકલ હોઇ તેના કારણે આગ બુઝાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ફાયરબ્રિગેડના દાઝેલા કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

         આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આજી જીઆઈડીસીમાં એક કલર કંપનીમાં બપોરે ત્રણ વાગ્યા આસપાસ ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગ એટલી વિકરાળ અને ભંયકર હતી કે, કાળા ધૂમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી જોવા મળી રહ્યા હતા. ભીષણ આગના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. ફાયરબ્રિગેડ અને પોલીસ દ્વારા સલામતીના ભાગરૂપે આસપાસનો સમગ્ર વિસ્તાર પણ ખાલી કરાવાયો હતો.  આગમાં ફાયરબ્રિગેડના કેટલાક કર્મચારી દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આગને બુઝાવવા માટે દસથી વધુ ફાયરફાઇટરોની મદદ લેવાઇ હતી. જો કે, ફેકટરીમાં નેપ્થા કેમિકલ હોવાના કારણે આગ બુઝાવવામાં ફાયરબ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. મોડી સાંજે કલાકોની ભારે જહેમત બાદ આગ બુઝાવવામાં ફાયરબ્રિગેડને સફળતા મળી હતી. આગમાં અનેક વાહનો બળીને ખાખ થઇ ગયા હોવાની વાત સામે આવી હતી.

(8:54 pm IST)
  • પાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST

  • ઈજાગ્રસ્ત ઝિંગન બાંગ્લાદેશ વિશ્વકપ ક્વાલિફાયર મેચથી બહાર :ભારતીય ફૂટબોલ ટીમના ડિફેન્ડર સંદદેશ ઝિંગન ઇજા થવાના કારણે 15મી ઓક્ટોબરથી બાંગ્લાદેશ વિરુદ્ધ ફિફા વિશ્વકપ ક્વાલિફાયર મુકાબલાથી બહાર થયો : ઝિંગનને નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસીના વિરુદ્ધ રમાયેલ મૈત્રી મેચમાં ઇજા થઇ હતી access_time 1:22 am IST

  • મોડીરાત્રે રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના : 150 ફૂટ રિંગરોડ પર કાર ચાલકએ ત્રણ કાર સાથે બાળકીને અડફેટે લીધી : કાર ચાલાક અકસમાત સર્જીને ફરાર : વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 1:02 am IST