Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

સુભાષનગરમાં બ્રેઇન ટયુમરના કારણે તાવમાં પટકાતી નીકીતા સરધારાનું મોત

રાજકોટ,તા.૧૦: શહેરના જુના સુભાષનગરમાં રહેતી પટેલ કોલેજીયન યુવતીને તાવ આવ્યા બાદ બે ભાન થઇ જતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ શહેરના જુના સુભાષનગર શેરી નં. ૫માં રહેતી નીકીતા પ્રફુલભાઇ સરધારા (ઉવ.૧૯) તે ઘણા સમયથી બ્રેઇન ટયુમર હોઇ તેનું ઓપરેશન થઇ શકે તેમ ન હોઇ, તેની દવા ચાલુ હતી. થોડા દિવસથી તેને તાવ આવતો હોઇ ગઇ કાલે તે એકાએક બેભાન થઇ જતા તેને સારવાર માટે સુભમ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું .મૃતક હેતલ અકે ભાઇમાં મોટી હતી. તે કુંડલીયા કોલેજમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પિતા કારખાનામાં નોકરી કરે છે. આ અંગે ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ સુભાષભાઇ ડાંગર અને રાઇડર નિલેષભાઇએ કાર્યવાહી કરી હતી.

(3:50 pm IST)