Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

સરગમી સાંસ્કૃતિ મહોત્સવનો ભવ્ય રાસોત્સવ સાથે પ્રારંભઃ વિજેતા ખેલૈયાઓને ઈનામો

રાજકોટઃ નવરાત્રિની શાનદાર ઉજવણી કર્યા બાદ સરગમ કલબ અને સરગમ લેડીસ કલબ  દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જાહેર જનતા માટે ડીએચ કોલેજના ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક મહોત્સવ કાર્યક્રમ નો પ્રારંભ થયો છે. ગઈ રાત્રે પ્રથમ દિવસે મારવાડી એજયુકેશન ના સથવારે  સરગમી રાસોત્સવ યોજાયો હતો અને તેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ જોડાયા હતા.

સરગમી રાસોત્સવના આ કાર્યક્રમમાં પ્રમુખસ્થાને સમસ્ત લોહાણા સમાજના પ્રમુખ રાજેશભાઈ પોબારૃં જયારે મુખ્યમહેમાન તરીકે ઘનશ્યામભાઈ પરસાણા, નેહલભાઈ શુકલ ,મધુભાઈ પરમાર, હરેશભાઈ વોરા, મનસુખભાઇ ધંધુકિયા, રાજેશભાઈ કાલરીયા, ડો. હેમાંગ વસાવડા ,રાકેશભાઈ પોપટ, મનમોહન નંદા,રમણીકભાઈ જસાણી અને હિમાંશુભાઈ નંદવાણા  ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મ્યુઝિકલ મેલોઝ ગ્રુપના રાજુભાઈ ત્રિવેદી પ્રસ્તુત ઓરકેસ્ટ્રા અને મનોજભાઈ રાચ્છ પ્રસ્તુત સંગીતકારોએ તેમજ હેમંત પંડયા, નિલેશ પંડયા અને સોનલ ગઢવી જેવા સિંગરો એ પ્રાચીન અર્વાચીન ગરબા રજૂ કરીને માહોલ બનાવ્યો હતો. આ રાસોત્સવ માં જુદી-જુદી કેટેગરીમાં વિજેતા થયેલા ખેલૈયાઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે આકર્ષક ઇનામ આપવામાં આવ્યા હતા.

 આ કાર્યક્રમ માટે મારવાડી ગ્રુપના ચેરમેન કેતનભાઇ મારવાડી અને વાઇસ ચેરમેન જીતુભાઇ ચંદારાણા નો સહયોગ પ્રાપ્ત થયો હતો. નિર્ણાયકો તરીકે અલ્કાબેન કામદાર, જયશ્રી બેન રાવલ, ભાવનાબેન માવાણી, રેશ્માબેન સોલંકી, છાયાબેન દવે, ભાવનાબેન ધનેશા સેવા આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મંત્રી મૌલેશભાઇ પટેલ, જયસુખભાઈ ડાભી,ભરતભાઈ સોલંકી, કૌશિકભાઈ વ્યાસ,રાજેન્દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, મન મોહનભાઈ પનારા, પ્રફુલભાઈ પરમાર, નીલુબેન મહેતા,ગીતાબેન હિરાણી, જસુમતીબેન વસાણી,ચેતનાબેન સવજાણી,જય શ્રી બેન મહેતા,વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્વર, અલ્કાબેન ધામેલીયા,વિપુલાબેન હિરાણી, અને વંદનાબેન પાણખાણી­યા, વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:49 pm IST)
  • મોડીરાત્રે રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના : 150 ફૂટ રિંગરોડ પર કાર ચાલકએ ત્રણ કાર સાથે બાળકીને અડફેટે લીધી : કાર ચાલાક અકસમાત સર્જીને ફરાર : વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 1:02 am IST

  • દિલ્હી-એનસીઆરમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે : પ્રદુષણ-પર્યાવરણ નિયંત્રણ બોર્ડે 15મી ઓક્ટોબરથી ગ્રૅન્ડેડ રિસ્પોન્સ પ્લાન લાગુ કરવા નિર્ણંય કર્યો : 15મી ઓક્ટોબરથી 15 માર્ચ સુધી લાગુ રહેશે : આ સમય દરમિયાન ડીઝલ જનરેટરનો વપરાશ કરી શકાશે નહીં : બોર્ડે 15 ઓક્ટોબર સુધીમાં રસ્તાના ગાબડાં ભરવા પણ આદેશ કર્યો access_time 1:12 am IST

  • જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ access_time 3:51 pm IST