Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

સુરભી ઘુમ્મર નિખિલ નવરાત્રી રાસોત્સવનું દબદબાભેર સમાપન

સંગીત- તાલ- સુરના સથવારે ખેલૈયાઓ શિસ્તબધ્ધ રીતે ઝુમ્યા : મેગા ફાઈનલમાં પ્રિન્સ- પ્રિન્સેસ સહિતના ખેલૈયાઓને ઈનામોનો વરસાદઃ વિજયભાઈ વાળા અને તેની ટીમનું વધુ એક વખત દમદાર આયોજન

રાજકોટઃ નવલા નોરતા પૂર્ણ થયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અર્વાચીન રાસોત્સવના આયોજન થયા હતા. ત્યારે અહિંના રેસકોર્ષના મેદાનમાં આયોજીત સુરભી ઘુમ્મર નિખિલ નવરાત્રી રાસોત્સવના આયોજનને ચાર ચાંદ લાગી ગયા છે. ગત વર્ષે સુરભી ગ્રુપના સભ્ય નિખિલનું અકાળે દુઃખદ અવસાન થતાં તેઓની યાદમાં આ વખતે 'સુરભી ઘુમ્મર નિખિલ નવરાત્રી રાસોત્સવ' નામ રાખવામાં આવેલ. સુરભી ગ્રુપના પ્રમુખ શ્રી વિજયભાઈ વાળાના માર્ગદર્શન હેઠળ સંગીત- તાલ- સુરના સંગાથે  ખેલૈયાઓ શિસ્તબધ્ધ રીતે રાસે રમ્યા હતા. વિખ્યાત ગાયક દેવાયતભાઈ ખવડ સહિતના ગાયકોની ટીમે જમાવટ કરી હતી. અવનવા સુરના તાલે ખેલૈયાઓ ઝુમ્યા હતા. દરરોજ પ્રિન્સ- પ્રિન્સેસ સહિત ઈનામો આપવામાં આવેલ. તો મેગા ફાઈનલમાં તો જમાવટ થઈ હતી. મેગા ફાઈનલમાં પ્રિન્સ ધ્રુમીલ રાયઠઠ્ઠા, ઉર્વિન ગોહિલ, રોનક ઠુમ્મર, મૌલીક માયાણી, આદિત્ય પંડયા, જતિન પાંભર, રૂહેન સોલંકી, ગૌતમ કોરડીયા, મયુર જોગરાજીયા અને નિરવ પિઠવા તેમજ પ્રિન્સેસમાં સુહાની ગોસાઈ, પાયલ જોષી, જાનવી બોદાણી, હેતવી કારીયા, નંદીની ગેરીયા, હીતીક્ષા વાઘેલા, ભાર્ગવી પાટડીયા, ભૂમી વાછાણી, મિલી ત્રિવેદી અને વૈભવી મહેતા વિજેતા જાહેર થયા હતા. આયોજનને સફળ બનાવવા સુરભી ગ્રુપના શ્રી સતિષભાઈ મહેતા (અબતક તંત્રી), શ્રી વિજયભાઈ વાળા, નિતેશભાઈ પાઉં, વિષ્ણુભાઈ વાળા, પંકજભાઈ સખીયા, ગૌરાંગભાઈ બુચ, સંજયભાઈ રાચ્છ, ભાવેશભાઈ ભાડેશીયા, હિરેનભાઈ અકબરી, રાજેશભાઈ રાદડીયા, જીગરભાઈ ભટ્ટ અને હરેશભાઈ ભટ્ટ વિ.કાર્યકરોની ટીમે જહેમત ઉઠાવી હતી.

(3:43 pm IST)
  • સુરતમાં મંદીનો માહોલ : કારીગરો વતન ભણી : દિવાળી વેકેશન પહેલા જ હિરા ઘસુઓએ વતનની વાટ પકડી access_time 6:18 pm IST

  • રાજસ્થાનમાં સ્કૂલમાં ઝેરી પાણી પીવાથી છ બાળકોની તબિયત બગડી :સ્કૂલની ટાંકી અને માટલામાં ઝેર ભેળવાયું હોવાની આશંકા : રાજસ્થાનના ચુરુ જિલ્લાના ભાલેરી પંથકની એક ખાનગી સ્કૂલમાં ઘટના : ઝેરી પાણી પીવાથી 60 બાળકોની તબિયત લથડી : સાત બાળકોની સ્થિતિ ગંભીર access_time 12:42 am IST

  • ચોકીદાર બનીને આવેલા લોકો તાનાશાહ બની ગયા : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ગાંધી વિચાર યાત્રાના સમાપન અવસરે કોઈનું નામ લીધા વિના ભાજપ અને સંઘ પર આકરા પ્રહાર કર્યા : બધેલે કહ્યું કે સામાજિક મૂલ્યોના તરફેણ અને ચોકીદાર બનીને આવેલા લોકો હવે તાનાશાહ બનીને સામે આવવા લાગ્યા છે access_time 1:17 am IST