Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

રવિવારે રૈયા સાધુ સમાજ સમાધિ સ્થાન ખાતે હોમાત્મક લઘુરૂદ્ર : સત્યનારાયણ કથા

રાંદલના લોટા ઉત્સવ - શકિતપૂજન - રાસ ગરબા - મહાપ્રસાદના કાર્યક્રમો

રાજકોટ, તા. ૧૦ : આગામી તા.૧૩ના રવિવારે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવેલ છે. તા.૧૩ના રવિવારે સવારના ૭ થી ૧ હોમાત્મક લઘુરૂદ્ર, રાંદલના લોટા, શિવશકિતનો પાઠ (શકિતપૂજન) રાત્રે ૮ કલાકે, રામાપીરનો પાઠ, સત્યનારાયણની કથા સાંજે ૬ કલાકે યોજાશે. ત્યારબાદ રાસ ગરબા રાત્રે ૯ વાગ્યાથી શરૂ થશે. બપોરે ૧૨ વાગ્યાથી મહાપ્રસાદ રાખેલ છે.

આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા સમસ્ત સાધુ સમાજના આગેવાનો સર્વશ્રી અનોપગીરી ગોસ્વામી, જગદીશગીરી ગોસ્વામી, મેહુલપરી ગોસ્વામી, ભરતગીરી ગોસ્વામી, ગૌતમગીરી ગોસ્વામી, નિલેશભાઈ દાણીધારીયા, ઉજેશભાઈ દેસાણી, નીતિનભાઈ દાણીધારીયા, નંદલાલભાઈ દાણીધારીયા, રાજુભાઈ કાપડી, સુખદેવભારથી, અજયગીરી ગોસ્વામી, વિશ્વાસગીરી ગૌસ્વામી, કનુભાઈ ગોંડલીયા અને વિવેકપરી ગોસ્વામી જહેમત ઉઠાવી રહ્યા છે.

આ અંગે વધુ માહિતી માટે મો.૮૩૨૦૭ ૦૫૦૯૨, ૯૮૨૫૬ ૭૩૫૬૫ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(3:42 pm IST)
  • ડેન્ગ્યુથી એક બાળકનુ મોતઃ તંત્ર અજાણ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ અને મેલેરીયાએ માઝા મુકી છે ત્યારે એક ૧૪ વર્ષનાં બાળકનું ડેન્ગ્યુને કારણે મોત થયાનું જાણવા મળ્યુ છે access_time 4:01 pm IST

  • પાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST

  • અમરેલીના સરોવડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ access_time 3:51 pm IST