Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

'વાદલળી વરસી રે'... મેગા ફાઈનલમાં રઘુવંશી ખેલૈયાઓ બરાબરના ખિલ્યાઃ લાખેણા ઈનામોનો વરસાદ

રાજકોટઃ રઘુવંશી પરિવાર રાસોત્સવ- ૨૦૧૯માં ખેલૈયાઓ વચ્ચે મેગા ફાઈનલ રાઉન્ડ યોજાયો હતો. જેમાં સિનિયરમાં પ્રથમ પ્રિન્સ તરીકે ભાવિન રાજવીર, સેકન્ડ પ્રિન્સ તરીકે હર્ષ પૂજારા, ત્રીજા નંબરે કેવિન ભીમાણી, ચોથા નંબરે અલ્પેશ અઢીયા અને પાંચમા નંબરે ક્રિશ અઢીયા જયારે સિનિયરમાં પ્રથમ પ્રિન્સેસ તરીકે ભૂમિ પંચમતીયા, બીજા નંબર પર પૂજા ગોંધિયા, ત્રીજા નંબર પર કોમલ ભોજાણી, ચોથા નંબર પર ધૃતિ વિઠલાણી અને પાંચમા નંબર પર હીરલ જોબનપુત્રાએ નંબર મેળવ્યો હતો. જુનિયરમાં પ્રથમ પ્રિન્સ તરીકે મીત કારીયા, બીજા નંબર પર ભવ્ય મણિયાર, ત્રીજા નંબર પર ક્રિશ કેશરીયા, ચોથા નંબર પર પ્રિયાંશ ખગ્રામ અને પાંચમા નંબર પર આયુષ વિઠલાણી જયારે જુનિયરમાં પ્રથમ પ્રિન્સેસ તરીકે ફ્લોરેન્સ ભીમાણી, સેકન્ડ નંબર પર ધાર્વી પોપટ, ત્રીજા નંબર પર પલ કારીયા, ચોથા નંબર પર શ્રેયા કારીયા અને પાંચમા નંબર પર ક્રિશા શીંગાળા વિજેતા બન્યા હતા.

મુખ્ય અતિથિ તરીકે લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો.નિશાંત ચોટાઈ, લોહાણા મહિલા સમિતિના પૂર્વ પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી, બકુલભાઈ રઘુવંશી અગ્રણી બિલ્ડર કિશોરભાઈ જસાણી, ધર્મેન્દ્રભાઈ મીરાણી, નીતિનભાઈ નથવાણી (સિટી ન્યૂઝ), બાલાભાઈ સોમૈયા, નરેન્દ્રભાઈ પૂજારા, શિલ્પાબેન પૂજારા અને સૌરાષ્ટ્ર કાંતી અખબારના તંત્રી અશોકભાઈ ગઢવી તથા દીકરાનું ઘર વૃદ્ઘાશ્રમના વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

મેગા ફાઈનલમાં પ્રથમ પ્રિન્સને આન હોન્ડાના શ્યામભાઈ રાયચુરા તરફથી સ્પ્લેન્ડર અને ધરતી હોન્ડાના દિનેશ લાખાણી તરફથી પ્રથમ પ્રિન્સેસને એકિટવા આપવામાં આવી હતી. રઘુવંશી પરિવાર રાસોત્સવ-૨૦૧૯માં ભરત મહેતાનું મેડ મ્યુઝિક ઉપરાંત ગાયક કાસમ બાગડવા, ભૂમિ ગાંઠાની, વર્ષા મેણીયા, તેમજ લાઈવ જોકી રઘુ ત્રિવેદી તેમજ એન્કર લવલિ ઠક્કરે સુમધુર સ્વર સથવારે મેગા ફાઈનલમાં ઝાકમઝોળ જોવા મળી હતી.

આ રાસોત્સવને સફળ બનાવવા માટે પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, રાજુભાઈ રૂપમ, શૈલેષભાઈ પાબારી, રાકેશભાઈ પોપટ, કૌશિકભાઈ માનસાતા, પ્રકાશભાઈ સોમૈયા, ધર્મેશ વસંત, બલરામભાઈ કારીયા, હરદેવભાઈ માણેક, જતીનભાઈ દક્ષિણી, અશ્વિનભાઈ જોબનપુત્રા, કલ્પેશભાઈ તન્ના, જતીન પાબારી, અમિત ગઢીયા, મોહિતભાઈ નથવાણી, વિપુલ કારીયા, મેહુલ નથવાણી, વિજય પોપટ, ધવલ પાબારી, વિજય મહેતા, રાજ બગડાઈ, રસેસ કારીયા, યશ અજાબિયા, વિપુલ મણિયાર, ડો.હાર્દિપ રૂપારેલ, હિરેન કારીયા, કીર્તિ શીંગાળા, મનોજ ચતવાણી, મયુર અનડકટ, પ્રકાશ ગણાત્રા, દીપ વિઠલાણી તથા મહિલા સમિતિના શીતલબેન બુધ્ધદેવ, શિલ્પાબેન પૂજારા, તરૂબેન ચંદારાણા તેમજ કમિટી સભ્યો રાજ વિઠલાણી, કુંજેશ વિઠલાણી, અશોક મીરાણી, કલ્પેશ બગડાઈ, શ્યામલ વિઠલાણી, યશ ચોલેરા, કિશાન વિઠલાણી, કૃણાલ ચોલેરા, કેજશ વિઠલાણી, જલ્પેશ દક્ષેણી, પાર્થ,જોબનપુત્રા, દર્શન કક્કડ મહેક માનસાતા, કેવલ વસંત, રવિ માણેક, રોનક સેજપાલ, પાર્થ કોટક, હિમાંશુ કારીયા, હેમાંગ તન્ના, મહેશ કક્કડ, મહેન્દ્ર જીવરાણી, કાનાભાઈ સોનછાત્રા, નિલેશ જોબનપુત્રા અને ધનેશ જીવરાજાનીએ સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(3:39 pm IST)
  • પાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST

  • જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ access_time 3:51 pm IST

  • ઈજાગ્રસ્ત ઝિંગન બાંગ્લાદેશ વિશ્વકપ ક્વાલિફાયર મેચથી બહાર :ભારતીય ફૂટબોલ ટીમના ડિફેન્ડર સંદદેશ ઝિંગન ઇજા થવાના કારણે 15મી ઓક્ટોબરથી બાંગ્લાદેશ વિરુદ્ધ ફિફા વિશ્વકપ ક્વાલિફાયર મુકાબલાથી બહાર થયો : ઝિંગનને નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસીના વિરુદ્ધ રમાયેલ મૈત્રી મેચમાં ઇજા થઇ હતી access_time 1:22 am IST