Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

રાજકોટ હવે કચરાના ન્યુસન્સ પોઈન્ટમાંથી પણ મુકત બનશે

કચરાના ન્યુસન્સ પોઈન્ટસનું મોનિટરિંગ અને ગાર્બેજ સેગ્રીગેશન અંગે જનજાગૃતિ માટે આયોજન :અધિકારીશ્રીઓ સાથે મીટિંગ યોજતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ :ત્રણેય નાયબ કમિશનરઓને ખાસ જવાબદારી સોંપાઈ

રાજકોટ,તા.૧૦:સ્વચ્છતાની બાબતમાં સરકારી તંત્ર પોતાની જવાબદારી નિભાવે તેની સાથોસાથ નાગરિકોમાં પણ જાગૃતિ આવે અને જયાં ત્યાં કચરો નહી ફેંકવાની ટેવ કેળવાય તેવો ઉમદા ધરાવતા સ્વચ્છ ભારત મિશન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાએ પણ સતત આ દિશામાં પ્રયાસો જાળવી રાખ્યા છે. સતત ચાલતી રહેતી આ પ્રક્રિયા વધુ ને વધુ પરિણામલક્ષી બની રહે તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે અધિકારીઓની એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ડસ્ટ બિન રાજકોટને હવે કચરાના ન્યુસન્સ પોઈન્ટમાંથી પણ મુકત કરવા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. કચરાના ન્યુસન્સ પોઈન્ટસનું મોનિટરિંગ અને ગાર્બેજ સેગ્રીગેશન અંગે જનજાગૃતિ માટે આયોજન ગોઠવાયું હતું, જેમાં ત્રણેય ઝોનના નાયબ કમિશનરશ્રીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.

અંગે કમિશનરજણાવ્યું હતું કે, રાજકોટ શહેર કચરા પેટીથી મુકત બન્યું ત્યાર પહેલા શહેરમાં અનેક સ્થળોએ કચરાના ન્યુસન્સ પોઈન્ટસ હતાં જયાં લોકો પોતાના દ્યર, ઓફિસ કે દુકાનનો કચરો ફેંકતા રહેતા હતાં. જોકે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ કચરા પેટીથી મુકત બની ચૂકયું છે. લોકો પોતાના ઘેર, ઓફિસ કે દુકાનનો કચરો ત્યાં જ એકત્ર કરે અને ટીપર વાન દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવામાં આવે છે. જોકે આમછતાં હજુ શહેરમાં અમુક સ્થળો એવા છે જયાં લોકો પોતાનો કચરો ફેંકતા રહે છે અને તેના પરિણામે એ સ્થળોએ ન્યુસન્સ પોઈન્ટ બની જાય છે. આવા સ્થળો સ્વચ્છ રાજકોટની ઉજળી છબી પર એક દાગ સમાન છે. રાજકોટને હવે કચરાના ન્યુસન્સ પોઈન્ટમાંથી પણ મુકત કરવા એક આયોજન હાથ ધરવામાં આવ્યું છે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા કચરા વર્ગીકરણમાં ભીનો કચરો અને સૂકો કચરો અલગ રાખવા માટે શહેરીજનોને વખતોવખત જણાવવામાં આવે છે. જેનાથી કચરાનું વર્ગીકરણ સરળ બની શકે છે.કચરાનું વર્ગીકરણ કરવાના ફાયદા છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કચરાવર્ગીકરણની પ્રોસેસને બહુ જ સરળ બનાવી છે. ઘઘ્રે દ્યરે આવીને ટીપરવાન કચરો લઇ જાય છે તો નાગરિકોની પણ એક ફરજ બને છે કે સૂકો કચરો અને ભીનો કચરો અલગ રાખીએ જેનાથી રાજકોટ  મહાનગરપાલિકાને કચરાનું વર્ગીકરણ કરવામાં સરળતા રહે. આ વિશે મ્યુનિ. કમિશનરશ્રીએ કહ્યું હતું કે, કચરાના વર્ગીકરણ અંગે જનજાગૃતિ ફેલાવવા રાજકોટ મહાનગરપાલિકાના એક હજાર કર્મચારીશ્રીઓ શહેરના તમામ વિસ્તારોમાં દ્યેર દ્યેર, દુકાન દુકાન જઈને નાગરિકોને કચરાના વર્ગીકરણ કરવા માટે સમજાવશે.

(3:36 pm IST)
  • ડેન્ગ્યુથી એક બાળકનુ મોતઃ તંત્ર અજાણ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ડેન્ગ્યુ અને મેલેરીયાએ માઝા મુકી છે ત્યારે એક ૧૪ વર્ષનાં બાળકનું ડેન્ગ્યુને કારણે મોત થયાનું જાણવા મળ્યુ છે access_time 4:01 pm IST

  • દિલ્હી-એનસીઆરમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે : પ્રદુષણ-પર્યાવરણ નિયંત્રણ બોર્ડે 15મી ઓક્ટોબરથી ગ્રૅન્ડેડ રિસ્પોન્સ પ્લાન લાગુ કરવા નિર્ણંય કર્યો : 15મી ઓક્ટોબરથી 15 માર્ચ સુધી લાગુ રહેશે : આ સમય દરમિયાન ડીઝલ જનરેટરનો વપરાશ કરી શકાશે નહીં : બોર્ડે 15 ઓક્ટોબર સુધીમાં રસ્તાના ગાબડાં ભરવા પણ આદેશ કર્યો access_time 1:12 am IST

  • સુરતમાં મંદીનો માહોલ : કારીગરો વતન ભણી : દિવાળી વેકેશન પહેલા જ હિરા ઘસુઓએ વતનની વાટ પકડી access_time 6:18 pm IST