Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ડેંગ્યુ સામે પગલા નહી લેવાય તો કમિશ્નર ચેમ્બર સામે ધરણાઃ કોંગ્રેસ

અધિકારીઓ-પદાધિકારીઓ દર્દીનાં સાચા આંકડા છુપાવે છેઃ હોસ્પીટલો ડેંગ્યુના દર્દીઓથી ઉભરાઇ રહી છે છતાં તંત્ર : 'સબ સલામત' નાં દાવા કરે છેઃ કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરે મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર પાઠવી અને ઉગ્ર રજુઆતો કરી

રાજકોટ, તા., ૧૦: શહેરમાં મચ્છરજન્ય ડેંગ્યુના રોગચાળાએ માઝા મુકી છે ત્યારે વોર્ડ નં. ૧૩ નાં કોંગ્રેસનાં કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરે મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલની ચેમ્બર સામે આ મુદ્દે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે.

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે રાજકોટમાં જે રીતે ડેંગ્યુ મેલેરીયા અને તાવ કેસોમાં ઉછાળો આવ્યો છે. છતા તંત્ર 'સબ સલામત' ના દાવા કરી રહયું છે એ પોકળ સાબીત થઇ રહયા છે ખોખલા દાવા કરીને અને ખોટા આંકડા રજુ થઇ રહયાનો આક્ષેપ કરાયો છે.

જાગૃતીબેને જણાવ્યું હતું કે ગત રાત્રે ૮૯ કેસ અધિકારીઓએ જાહેર કર્યા હતા જયારે મેયરશ્રીએ ૧૯ર કેસ જાહેર કરેલ આમાં સાચુ કોણ? એ સમજાતુ નથી. ખુદ આરોગ્યના ચેરમેન પાસે કોઇ પણ જાતની માહીતી ન હોય અીધકારીઓ એકબીજાને ખો આપી રહયા છે. રાજકોટની જનતાને કોના પર ભરોસો રહે? આથી શાસકો ખોટી નિવેદનબાજી બંધ કરીને નક્કર કામગીરી માટે તંત્રને જાગતું કરે એવી અમારી માંગ છે.

રાજકોટની વિવિધ હોસ્પીટલોમાં હજુ પણ ડેંગ્યુના કેસો સારવાર લઇ રહયા છે.

હજુ પણ ગંભીર કેસો છે તંત્ર જાતે તપાસ કરશે તો અસંખ્ય કેસો મળશે. પરંતુ કોઇ દિવસ જતા નથી. ત્રણ કેસ ડેંગ્યુમાં મૃત્યુ થયા છે તેમાં બે બાળકો છે. ઘણી દુઃખની વાત છે. હજુ સમય છે નક્કર કામગીરી જરૂરી છે. આવનારા દિવસોમાં નક્કર કામગીરી થશે નહી તો મ્યુ. કમિશ્નરની ચેમ્બર સામે રાજકોટની જનતા માટે એક દિવસના ધરણા કરાશે તેવી ચિમકી જાગૃતીબેને આવેદનનાં અંતે ઉચ્ચારી છે.

(3:30 pm IST)
  • સુરતમાં મંદીનો માહોલ : કારીગરો વતન ભણી : દિવાળી વેકેશન પહેલા જ હિરા ઘસુઓએ વતનની વાટ પકડી access_time 6:18 pm IST

  • રાજકોટ જિલ્લા પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત સામેની રીટની હાઇકોર્ટમાં સુનાવણીઃ બપોર પછી કેસમાં પ્રગતિ થવાની સંભાવના access_time 3:52 pm IST

  • દિલ્હી-એનસીઆરમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે : પ્રદુષણ-પર્યાવરણ નિયંત્રણ બોર્ડે 15મી ઓક્ટોબરથી ગ્રૅન્ડેડ રિસ્પોન્સ પ્લાન લાગુ કરવા નિર્ણંય કર્યો : 15મી ઓક્ટોબરથી 15 માર્ચ સુધી લાગુ રહેશે : આ સમય દરમિયાન ડીઝલ જનરેટરનો વપરાશ કરી શકાશે નહીં : બોર્ડે 15 ઓક્ટોબર સુધીમાં રસ્તાના ગાબડાં ભરવા પણ આદેશ કર્યો access_time 1:12 am IST