Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ચેક રિટર્ન કેસમાં સજા પામેલ નિલકંઠ ઈલેકટ્રીકલ્સના ભાગીદારોની અપીલ કેસમાં છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ૧૦: ચેક રીટર્ન કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવાનો હુકમ સેશન્સ કોટેે ફરમાવેલ હતો.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના રહીશ ગુંજાબેન ભાવિનભાઈ સભાયાએ નિલકંઠ ઈલેકટ્રીકલ્સ નામની ભાગીદારી પેઢીને રૂ. ૨,૫૦,૦૦૦/-(અંકે રૂપિયા બે લાખ- પચાસ હજાર પુરા) હાથ ઉછીના આપેલ અને સદરહુ રકમની ઉધરાણી કરતાં નિલકંઠ ઇલેકટ્રીકલ્સના ભાગીદારોએ ગંજાબેન ભાવિનભાઈ સભાયાને રૂા, ૨, પ૦,૦૦૦/-(એકે રૂપિયા બે લાખ પચાસ હજાર પુરા) નો ચેક આપેલ. સદરહું ચેક પરત ફરતાં ગુંજાબન ભાવિનભાઈ સભાયાએ નિલ કંઠ ઈલેકટ્રીકલ્સ નામની ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો સામે ધી નેગોશીએબલ ઈસ્યુમેનટ એકટની કલમ-૧૩૮ અન્વયેની ફોજદારી ફરીયાદ દાખલ કરેલ.

 સદરહું ફરીયાદ અન્વયે નીચેની કોર્ટના ન્યાયધીશશ્રીએ નિલકંઠ ઈલેકટ્રીકલ્સના નામથી ચાલતી ભાગીદારી પેઢીને રૂ. ૫૦,૦૦૦/- (અંકે રૂપિયા પચાસ હજાર પુરા) નો દંડ તથા નિલકંઠ ઈલેકટ્રીકલ્સના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારોને બે વર્ષની સાદી કેદની સજા તથા ચેકથી બમણી રકમનો દંડ કરવાનો હુકમ ફરમાવેલ. સદરહું હુકમથી નારાજ થઈ નિલકંઠ ઈલેકટ્રીકલ્સના ભાગીદારોએ એડવોકેટ મારફત રાજકોટના  ડીસ્ટ્રીકટ કોર્ટમાં અપીલ દાખલ કરેલ. સદરહુ અપીલમાં રાજકોટના  એડી, સેશન્સ જજશ્રીએ સામાવાળા ગંજાબેન ભાવિનભાઈ સભાયાને કોર્ટમાં હાજર રહેવા નોટીસ ઈશ્યુ કરેલ.

 સદરહુ અપીલમાં અ૨જદા૨ નિલકંઠ ઈલેકટ્રીકલ્સ તથા તેમના ભાગીદારોના એડવોકેટ - નિલેશ જી. બાવીશી દ્વારા સુપ્રિમ કોર્ટ તેમજ હાઈકોર્ટની ઓથોરીટીઓ ટાંકી  દલીલ કરી નિલકંઠ ઈલેકટ્રીકલ્સ તથા તેમના ભાગીદારોને નિર્દોષ ઠરાવા રજુઆત કરેલ, સદરહું રજુઆતો ધ્યાને રાખી અ૨જદાર નિલકંઠ ઈલેકટ્રીકલ્સના નામથી ચાલતી ભાગીદરી પેઢી તથા તેમના ભાગીદારો સામે નીચેની કોર્ટના ન્યાયધીશશ્રીએ ફરમાવેલ હુકમ રદ કરી નિલકંઠ ઈલેકટ્રીકલ્સના નામથી ચાલતી ભાગીદારી પેઢી તથા તેમના ભાગીદારોને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

 હાલની અપીલમાં અ૨જદા૨ નિલકંઠ ઈલેકટ્રીકલ્સ તથા તેમના ભાગીદારોવતી રાજકોટના જાણીતા એડવોકેટ નિલેશ જી. બાવીશી, બી. જે. બોરીચા, તથા આર. વી. વધાસીયા રોકાયેલા છે.

(3:21 pm IST)