Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

આરટીઓના નકલી સિક્કા બનાવતા શખ્સનું પગેરૂ મળ્યું

પોલીસ તરફથી અપાતા આરટીઓના મેમો બારોબાર મેળવી દંડ વસુલી નકલી પહોંચો આપી દેતી ટોળકી કાલ સુધી રિમાન્ડ પર : એસઓજીની ટૂકડી અન્ય જીલ્લામાં તપાસાર્થે રવાનાઃ જે નકલી સિક્કા કબ્જે થયા તેમાં રજીસ્ટરીંગ આરટીઓ રાજકોટના બે સિક્કા, અલગ-અલગ અવાચ્ય સહીઓ વાળા પાંચ સિક્કા તથા જુનિયર કલાર્ક જી. કે. ગોહિલના નામના સહિતના સિક્કાઓનો સમાવેશઃ પીઆઇ આર. વાય. રાવલ અને ટીમની તપાસ

પીએસઆઇ બી. કે. ખાચર અને એસઓજી ટીમ તથા ઝડપાયેલા છએય શખ્સો તસ્વીરમાં જોઇ શકાય છે

રાજકોટ તા.૧૦: વાહન ચાલકો દ્વારા નિયમોના ઉલંઘન સબબ પોલીસ દ્વારા અપાતા આરટીઓના  દંડના મેમોની રકમ આરટીઓ કચેરીમાં નહિ ભરી બોગસ  પહોંચને આધારે બારોબાર ચાંઉ કરી જવાના કૌભાંડમાં એસઓજીએ ઝડપી લીધેલા ર એજન્ટ સહિત ૬ શખ્સોની ટોળકીને ૭ દિવસના રિમાન્ડની માંગણી સાથે ગઇકાલે કોર્ટમાં રજૂ કરાયા હતાં. અદાલતે આ છએયના ૧૧મી સુધીના રિમાન્ડ મંજુર કરતાં તપાસનો દોર આગળ ધપાવાયો છે. વિશીષ્ટ ઢબની પુછતાછમાં આરટીઓના નકલી સિક્કા બનાવનાર શખ્સની માહિતી મળી જતાં એક ટૂકડી આ શખ્સને દબોચી લેવા અન્ય જીલ્લા તરફ રવાના થઇ હોવાનું જાણવા મળે છે. પોલીસે કોૈભાંડકારો પાસેથી જે સિક્કા કબ્જે કર્યા છે તેમાં રજીસ્ટરીંગ આરટીઓ-રાજકોટના બે સિક્કા, પાંચ અલગ-અલગ સહીઓ કે જે અવાચ્ય છે તેના સિક્કા તથા એક જુનિયર કલક જી. કે. ગોહિલના નામના સિક્કાનો સમાવેશ થાય છે.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ એસઓજીએ ઝડપી લીધેલા છ શખ્સો  છેલ્લા દોઢેક વર્ષથી ડુપ્લીકેટ પહોંચના આધારે સરકારી તિજોરીમાં જમા થવી જોઇએ તે દંડની રકમ બારોબાર નકલી પહોંચોને આધારે જમા લઇ ચાંઉ કરી જતાં હતાં.

પોલીસે પકડેલા છ શખ્સોમાં મનીષ ઉર્ફે સાગર ઘનશ્યામભાઇ મહેતા (ઉ.૨૬-રહે. માનસરોવર પાક-૧ શેરી નં. ૧, આજી ડેમ પાસે), યશરાજ શિવરાજભાઇ માંજરીયા (ઉ.વ.રર-રહે. હસનવાડી-૨, સૂર્યરાજ, ત્રિશુલ ચોક), જયરાજ જયલેશભાઇ ગેડીયા (ઉ.૨૩-રહે. ગાયત્રીનગર-૨/૧૦, શ્રીજીકૃપા), ભાવેશ ઉર્ફે સુરેશ ઘેલાભાઇ કાટોડીયા (ઉ.૨૩-રહે. શિવમ સોસાયટી શરેી નં.૨, આરટીઓની પાસે), હાર્દિક ભાવસીંગભાઇ જાદવ (ઉ.૨૪-રહે. રામપાક-૨ર્, કોઠારીયા રોડ, મુરલીધર વે બ્રીજ પાસે) અને જય કમલેશભાઇ સિંધવા (ઉ.૨૨-રહે. મણીનગર-૪, હુડકો ચોકડી, મુળ દ્વારકાપુરી સોસાયટી જુનાગઢ)ની ધરપકડ કરી હતી. આ છએય આરટીઓને સમાંતર જુદી જુદી બે ઓફીસો ખોલી કોૈભાંડ આચરતા હતાં. પહોંચમાં જરૂરી કયુઆર કોડ માટે આ છ પૈકીનો હાર્દિક જાદવ ઇન્ટરનેટ પર સર્ચ કરીને કયુઆર કોડ બનાવતાં શીખ્યો હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું.

મોટા ભાગે પોલીસ તરફથી અપાતા મેમોનો દંડ ભરવા આરટીઓ કચેરીએ જતા વાહન ચાલકોને આરટીઓ કંમ્પાઉન્ડમાં જ આંટા ફેરા કરતી એજન્ટ ટોળકી દ્વારા આંતરી મેમોમાં દર્શાવેલી રકમથી ઓછો દંડ વસુલવાની લાલચ આપી બારોબાર પોતાની ઓફીસે દોરી જવામાં આવતા હતા. પોલીસ તરફથી એમવીએકટની કલમ ૨૦૭ મુજબ આરટીઓના જે મેમો અપાય છે તેમાં ૩૦૦૦થી માંડી ૨૦ ૦૦૦ સુધીના દંડ વસુલાતા હોય છે. પરંતુ આ કોૈભાંડકારો આવા દંડના મેમો સંદર્ભે મનફાવે તેટલી રાહત આપી રોકડા કરી લેતાં હતા. સાથોસાથ આરટીઓની પહોંચની અદલોઅદલ ડુપ્લીકેટ પહોંચ આપવામાં આવતી હતી. આ પહોંચના આધારે ડીટેઇન કરેલા વાહનો છોડાવી લેવાતા હતા.  

પોલીસ ટોળકી પાસેથી આરટીઓ કચેરીમાં વપરાતા કુલ ૧૧ સિક્કાઓ કબ્જે કર્યા છે. આ નકલી સિક્કાઓ કવિ નામના એક શખ્સ મારફત બનાવ્યા હોવાનું હાલ બહાર આવી રહ્યું હોઇ આ શખ્સને દબોચવા એસઓજીની ટૂકડી અન્ય જીલ્લામાં રવાના થઇ છે.

ટોળકીએ જે વાહનોનો દંડ વસુલ્યો તેમાં જે ૧૯ મેમા જુદા-જુદા વાહન ચાલકો પાસેથી મેળવ્યા હતાં તેમાં રાજકોટ શહેર ટ્રાફિક બ્રાંચના -૯ મેમો, વિછીયા પોલીસનો- ૧, વિરપુર પોલીસનો-૧, સુરેન્દ્રનગર જીલ્લા ટ્રાફિકના-૩, રાજકોટ જીલ્લા ટ્રાફિકનો-૧, થોરાળા પોલીસના-૨, જસદણ પોલીસનો-તથા ભાવનગર જેસર પોલીસના-૧ મેમોનો સમાવેશ થાય છે. આ તમામ જીલ્લાઓમાં પણ તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની, ડીસીપી ઝોન-ર મનોહરસિંહ જાડેજા, એસીપી જયદીપસિંહ સરવૈયાની રાહબરીમાં પી.આઇ. આર. વાય. રાવલ, પીએસઆઇ બી. કે. ખાચર, હેડકોન્સ. મનરૂપગીરી ગોસ્વામી, મોહિતસિંહ જાડેજા, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ રાણા, કોન્સ. નરેન્દ્રભાઇ ગઢવી, કૃષ્ણસિંહ જાડેજા, અનિલસિંહ ગોહિલ, ગિરીરાજસિંહ ઝાલા અને ગિરીરાજસિંહ જાડેજાની ટૂકડી વધુ તપાસ કરે છે.

(1:15 pm IST)
  • જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ access_time 3:51 pm IST

  • સુરતમાં મંદીનો માહોલ : કારીગરો વતન ભણી : દિવાળી વેકેશન પહેલા જ હિરા ઘસુઓએ વતનની વાટ પકડી access_time 6:18 pm IST

  • ફાન્સથી પરત ફર્યા રક્ષામંત્રી રાજનાથસિંહ : શસ્ત્ર પૂજન અંગે આપ્યું નિવેદન : શસ્ત્ર પૂજા અંગે સવાલ ઉઠાવવો યોગ્ય નથી :કોંગ્રેસમાં પણ વિભાજન થયું હોવું જોઈએ :અમે એ કર્યું જે મને ઠીક લાગ્યું : આ મારો વિશ્વાસ છે કે એક સુપર પાવર છે અને બાળપણથી જ એવું માન્યું છે access_time 1:08 am IST