Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

જન્મજાત શારીરિક તકલીફ ધરાવતી ૪ વર્ષની બાળાનું બેભાન હાલતમાં મોત

કોઠારીયા સોલવન્ટમાં રહેતાં મુળ બિહારના દંપતિએ લાડકી ગુમાવતાં શોક

રાજકોટ તા. ૧૦: કોઠારીયા સોલવન્ટમાં રહેતાં મુળ બિહારના રાજકુમાર રાયની દિકરી રિયા (ઉ.વ.૪) ગઇકાલે બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ આજીડેમ પોલીસને જાણ કરતાં હેડકોન્સ. એમ. બી. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી. રિયા બે બહેનમાં મોટી હતી. તેણીને જન્મથી જ પેશાબ માર્ગ બંધ હોઇ ઓપરેશન કરાવ્યું હતું. ત્યારથી તે સતત બિમાર રહેતી હતી. ગઇકાલે ફરીથી તકલીફ થઇ જતાં બેભાન થઇ ગઇ હતી અને અગાઉ જે હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું ત્યાં લઇ જવાઇ હતી. ત્યાંથી વધુ સારવાર માટે સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દેતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

(1:13 pm IST)