Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

કાલે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શરદોત્સવ

સતત ૧૯માં વર્ષે આયોજન : સમાજના આગેવાનોની હાજરીમાં ઈનામો અપાશે

રાજકોટ, તા. ૧૦ : શ્રી દશનામ ગોસ્વામી ક્રિએટીવ ગ્રુપ - રાજકોટ દ્વારા કાલે તા.૧૧ના શુક્રવારે સાંજે ૬ થી વિશાળ ફલક પર જાજરમાન રીતે 'શરદોત્સવ-૨૦૧૯' બાલભવન ગ્રાઉન્ડ રેસકોર્ષ ખાતે આયોજન થયુ છે.

સતત ૧૯ વર્ષોથી અપ્રતિમ સફળતાને વરેલ અને દશનામ ગોસ્વામી સમાજના યુવાધન જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. એ શરદોત્સવ રાસ ગરબામાં અંદાજે બે હજાર જેટલા દશનામ ગોસ્વામી સમાજના ખેલૈયાઓ અને પરીવાર આ શરદોત્સવ-૨૦૧૯માં જોડાશે અને અનેકો ઈનામોની વણઝાર વચ્ચે પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ આપશે. તેમજ તેઓને પોતાના પરીવારની સાથે રાસની રમઝટ બોલાવશે.

શરદોત્સવ-૨૦૧૯નું ઉદ્દઘાટન જાણીતા ઉદ્યોગપતિ રાજેશપુરી આનંદપુરી ગોસ્વામી, રાજકોટ મ્યુ.કોર્પોે.ના એકિઝ. એન્જીનિયર વાય. કે. ગોસ્વામી, કસ્ટમ સુપ્રિટેન્ડેન્ટ રમેશગીરી ધીરજગીરી તથા સામાજીક અગ્રણી પ્રવિણપુરી યશવંતપુરી તથા કેળવણીકાર નિમીષાબેન અપારનાથના હસ્તે થશે. સમારોહના પ્રમુખસ્થાને ચામુંડા મહંત શ્રી જગદીશગીરી શાંતિગીરી ગોસાઈ તથા રૂપાબેન હાજર રહેશે. સમારોહના પ્રમુખસ્થાને મુંબઈથી કેળવણીકાર ડો.રાજેશગીરી ઉમેદગીરી ઉપસ્થિત રહેશે. જયારે વ્યકિત વિશેષપદે જાણીતા કેળવણીકાર ભાવેશભાઈ ઢોલરીયા ઉપસ્થિત રહેશે.

શરદોત્સવ સમારોહના અતિથિ વિશેષપદે મહેન્દ્રગીરી કરશનગીરી, ડો.મનીષ ગોસાઈ, હરશભગુરી શિવગીરી, ડો.વી.જી. ગોસ્વામી, ભરતભારથીજી તથા ડો.કેતન ભારથી પ્રો. મનોજગીરી ડી.મેઘનાથી, પ્રેમગીરીજી, અશોકગીરીજી, મહેશગીરીજી, ગૌતમ ગોસ્વામી, પ્રમોદપુરીજી, વસંતગીરીજી તેમજ મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિન મોલીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ટાઉન પ્લાનીંગ સમિતિના ચેરમેન અનિતાબેન ગૌતમગીરી તથા ગુજરાત બિલ્ડર્સ એસોસીએશનના પરેશભાઈ ગજેરા તથા ગોકુલ હોસ્પિટલના ડો. તુષાર બુધવાણી વિશેષ ઉપસ્થિત રહેશે.

શરદોત્સવ-૨૦૧૯ સમારોહને સફળ બનાવવા ફાઉન્ડર પ્રેસીડેન્ટ નિલેશપુરીના માર્ગદર્શન હેઠળ પ્રેસીડેન્ટ ગીરીશપુરી, અમુલગીરી, રાજનગીરી, દેવાંગગીરી, સાગરગીરી તથા કલ્પેશગીરી તેમજ ક્રિએટીવ લેડીઝ કલબના કન્વીનર કલ્પનાબેન તથા પ્રમુખ ગીતાબેન, શિલ્પાબેન, સરોજબેન, તેજલબેન, પૂજાબેન, ઉર્વશીબેન, શ્રદ્ધાબેન, પલ્લવીબેન, દિપ્તીબેન તથા પ્રજ્ઞાબેન જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(1:12 pm IST)