Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

રાદડીયા પરિવાર દ્વારા શનિવારે રાસ મહોત્સવ

તોરણીયા બંધાશે... દાંડીયા વિંઝાશે... સૂર-સંગીતના તાલે રાદડીયા પરિવાર ઝુમશે... : ૧ હજારથી વધુ ખેલૈયાઓ ગરમે ઘૂમશે : પારિવારિક માહોલમાં સૌપ્રથમ વખત આયોજન

રાજકોટ, તા. ૧૦ : તા.૧૨ને શનિવારે રાદડીયા પરીવાર રાજકોટ શહેર સમિતિ દ્વારા રાસ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ રાસ મહોત્સવમાં એક હજાર ખેલૈયાઓ પારિવારિક માહોલમાં રાસે રમે તેવુ સૌપ્રથમ વખત અભૂતપૂર્વ આયોજન કરવામાં આવેલ હોવાનું આગેવાનોએ જણાવ્યુ હતું. રાજકોટ શહેરમાં વસતા રાદડિયા પરિવારના તમામ સભ્યો અને શહેરમાં રહેતા રાદડિયા પરિવારની દિકરીઓને પણ સહપરિવાર આમંત્રણ અપાયુ છે.

માતાજીની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી. હિન્દુ ધર્મ મુજબ સૌથી મોટો તહેવાર નવરાત્રીની રંગેચંગે સૌએ ઉજવણી કરી. આ તહેવારમાં યુવા હૈયાથી લઇને સૌ કોઇ ગરબે ઘૂમે છે. ત્યારે રાદડિયા પરિવાર રાજકોટ શહેર સમિતિ દ્વારા રાદડિયા પરિવારના ભાઇ અને બહેનો માટે રાસ મહોત્સવનું આયોજન કર્યું છે. સૌપ્રથમવાર શહેરમાં વસતા રાદડિયા પરિવારના સભ્યો માટે તા.૧૨ના શનિવારના રોજ પારિવારિક માહોલમાં આ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસ મહોત્સવમાં રાદડિયા પરિવારનું ગૌરવ એવા ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા ખાસ ઉપસ્થિત રહેશે.

રાદડિયા પરિવાર રાજકોટ શહેર સમિતિ દ્વારા તા.૧૨-ને શનિવારના રોજ રાત્રે ૯થી ૧૨ વાગ્યા સુધી  ક્રિષ્ના પાર્ટી પ્લોટ-૧, મવડી બાયપાસ, પાળ રોડ-રાજકોટ ખાતે  આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં રહેતા રાદડીયા પરિવાર તેમજ રાદડીયા પરીવારની દિકરીઓ આ રાસ મહોત્સવમાં મન મૂકીને ગરબે ઘૂમશે.

રાદડિયા પરિવારના રાસ મહોત્સવમાં હેતલ મિસ્ત્રી અને આશીફ કુરેશી પોતાના સૂરો રેલાવશે. આ ગાયકના સૂરોના સથવારે રાદડિયા પરિવારના લોકો ગરબે રમશે.  ઉપરાંત અહીં આવનાર તમામ લોકો સારી રીતે ગરબે રમી શકે એ માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. રાસ મહોત્સવ પૂર્ણ થયા બાદ પરિવારના સભ્યો સાથે બેસીને નાસ્તો કરી શકે એ માટે સમિતિએ નાસ્તાની પણ વ્યવસ્થા રાખી છે.

આ રાસોત્સવને સફળ બનાવવા માટે રાદડિયા પરિવાર રાજકોટ શહેર સમિતિના પ્રમુખ રાકેશભાઇ રાદડિયા, ઉપપ્રમુખ ભાવેશભાઇ રાદડિયા તથા પ્રફુલભાઇ રાદડિયા, ખજાનચી વિમલભાઇ રાદડિયા, સહ ખજાનચી ભુપતભાઇ રાદડિયા, સંગઠન મંત્રી મયુરભાઇ તથા સંજયભાઇ રાદડિયા, સહ સંગઠન મંત્રી મિલનભાઇ રાદડિયા, મહા મંત્રી નિમેષભાઇ રાદડિયા, મંત્રી હરેશભાઇ તથા રમેશભાઇ રાદડિયા, સહ મંત્રી પરેશભાઇ તથા સાગરભાઇ, કારોબારી સભ્ય ભરતભાઇ, અંકિતભાઇ, ચેતનભાઇ, ચિંતનભાઇ, ભાવિનભાઇ રાદડિયા  જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(1:12 pm IST)
  • સુરત મજુરાના ધારાસભ્ય હરસંઘવીની આંતરરાષ્ટ્રીય સમિતિમાં નિમણુંક : વિદેશી સંબંધો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર બાબતની આઈસીડબલ્યુએ સમિતિના સભ્યપદે થઈ નિમણુંક access_time 6:16 pm IST

  • પાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST

  • દિલ્હી-એનસીઆરમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે : પ્રદુષણ-પર્યાવરણ નિયંત્રણ બોર્ડે 15મી ઓક્ટોબરથી ગ્રૅન્ડેડ રિસ્પોન્સ પ્લાન લાગુ કરવા નિર્ણંય કર્યો : 15મી ઓક્ટોબરથી 15 માર્ચ સુધી લાગુ રહેશે : આ સમય દરમિયાન ડીઝલ જનરેટરનો વપરાશ કરી શકાશે નહીં : બોર્ડે 15 ઓક્ટોબર સુધીમાં રસ્તાના ગાબડાં ભરવા પણ આદેશ કર્યો access_time 1:12 am IST