Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

સોલાર રૂફ ટોપ : યોજનાને સમયસર પૂર્ણ કરવા પીજીવીસીએલના એમડીની તાકીદઃ સંખ્યાબંધ પ્રશ્નોની પણ રજુઆત

પીજીવીસીએલના એમડીશ્રી એન શ્વેતા તેઓટીયાએ સોલર રૂફ ટોપ અંગે મીટીંગ યોજી હતી

રાજકોટ,તા.૧૦: પીજીવીસીએલની કોર્પોરેટ ઓફીસ ખાતે સરકારની લોકોની ઉપયોગી એવી સુર્ય ગુજરાત સોલાર રૂફટોપ રહેણાંક હેતુ માટેની યોજનાની એજન્સીના પ્રતિનિધિઓ સાથે યોજનાના ઝડપી અમલીકરણ માટે મેનેજીંગ ડાયરેકટર મેડમ સ્વેતા ટીઓટીયાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજવામાં આવેલ તેમાં તેમણે આ યોજનાને સમયસર પૂર્ણ કરવા અંગે તાકીદ કરેલ, તેમજ વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી માર્ગદર્શન આપેલ એજન્સી પ્રતિનિધિઓની રજુઆત અંગે યોગ્ય કરવા જણાવેલ.  આ મીટીંગમા રાજકોટ જીલ્લાની ૫૨ જેટલી એજન્સીના પ્રતિનિધિઓએ હાજરી આપેલ.

ઉપરોકત મીટીંગમાં પીજીવીસીએલના મુખ્ય ઇજનેર (ટેક) શ્રી જે જે ગાંધી વિશેષ મુખ્ય ઇજનેર (આરએન્ડસી) શ્રી એન ડી ધામેલીયા તેમજ અન્ય અધિકારીઓ હાજર રહેલ હતા.

(11:49 am IST)
  • રાજસ્થાનમાં સ્કૂલમાં ઝેરી પાણી પીવાથી છ બાળકોની તબિયત બગડી :સ્કૂલની ટાંકી અને માટલામાં ઝેર ભેળવાયું હોવાની આશંકા : રાજસ્થાનના ચુરુ જિલ્લાના ભાલેરી પંથકની એક ખાનગી સ્કૂલમાં ઘટના : ઝેરી પાણી પીવાથી 60 બાળકોની તબિયત લથડી : સાત બાળકોની સ્થિતિ ગંભીર access_time 12:42 am IST

  • રાજકોટ જિલ્લા પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત સામેની રીટની હાઇકોર્ટમાં સુનાવણીઃ બપોર પછી કેસમાં પ્રગતિ થવાની સંભાવના access_time 3:52 pm IST

  • પાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST