Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

ખેરવાની સીમમાં 'કટીંગ' થાય એ પહેલા કુવાડવા પોલીસનો દરોડોઃ૧૮.૧૮ લાખનો વિદેશી દારૂ પકડ્યો

જીજે૧એસડી-૭૯૫૫ નંબરની કાર મળીઃ ચાલક ફરારઃ કોન્સ. દિલીપભાઇ બોરીચા અને મનિષભાઇ ચાવડાની બાતમી પરથી કાર્યવાહી

થોરાળા પોલીસે શિવાજી નગરમાંથી હનીફ મઘરાને ૩.૧૮ લાખના દારૂ સાથે પકડ્યો

રાજકોટ તા. ૧૦: બુટલેગરો પર ધોંસ બોલાવવા પોલીસ ફરીથી મેદાને આવે છે. ગઇકાલે ક્રાઇમ બ્રાંચ અને આજીડેમ પોલીસે અલગ-અલગ દરોડામાં ૧૪,૩૨,૮૦૦નો વિદેશી દારૂ પકડ્યો હતો. ત્યાં ગત રાતે ફરીથી ચાર દરોડામાં કુલ ૨૧,૪૧,૬૦૦નો દારૂ જપ્ત થયો છે. જેમાં કુવાડવા રોડ પોલીસે ખેરવા ગામની સીમમાં 'કટીંગ' થાય એ પહેલા દરોડો પાડી રૂ. ૧૮,૧૮,૦૦૦નો ૬૦૬૦ બોટલ દારૂ જપ્ત કરી એક કાર કબ્જે કરી છે. તેના ચાલક-માલિક અને માલ મંગાવનાર, મોકલનારની શોધખોળ થઇ રહી છે.

કુવાડવા પોલીસ મથકના કોન્સ. દિલીપભાઇ બોરીચા તથા મનિષભાઇ પોલાભાઇ ચાવડાને મળેલી બાતમી પરથી ખેરવા ગામની આથમણી સીમમાં સાતકારીની ઢાળ પાસે ખરાબામાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહિથી જીજે૦૧એચડી-૭૯૫૫ નંબરની કાર તથા પાર્ટી સ્પેશિયલ લખેલી ૭૫૦ મીલીની દારૂની કુલ ૬૦૬૦ બોટલો  (૫૦૫ પેટીઓ) રેઢા મળી આવ્યા હતાં. પોલીસે રૂ. ૧૮,૧૮,૦૦૦નો દારૂ તથા ૫૦ હજારની કાર કબ્જે કરી હતી. આ 'માલ'નું કટીંગ થાય એ પહેલા જ પોલીસ પહોંચી ગઇ હતી. કારનો ચાલક-માલિક મળ્યા ન હોઇ દારૂ કોણે મંગાવ્યો, કયાંથી આવ્યો? કોને-કોને આપવાનો હતો? તે સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે.

 પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં પીએસઆઇ એમ. કે. ઝાલા, હેડકોન્સ. બુટાભાઇ ભરવાડ, કોન્સ. દિલીપભાઇ આયદાનભાઇ બોરીચા, મનિષભાઇ પોલાભાઇ ચાવડા, અજીતભાઇ ભાનુભાઇ લોખીલ, દેવેન્દ્રસિંહ હેમતસિંહ જાડેજા, રઘુવીર અજીતદાન ગઢવી સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આ દરોડો પાડવામાં આવ્યો હતો.

થોરાળા પોલીસના બે દરોડા

જ્યારે થોરાળા પોલીસે દૂધ સાગર રોડ પર શિવાજીનગર-૧૦માં દરોડો પાડી અહિ રહેતાં હનીફ હુશેનભાઇ મઘરા (ઉ.૪૭)ને રૂ. ૩,૧૮,૦૦૦ના ૬૪૮ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. જેમાં મેકડોવેલ્સ નંબર વનની ૫૦૪ બોટલો, રોયલ ચેલેન્જની ૮૪ બોટલો તથા પાર્ટી સ્પેશીયલની ૬૦ બોટલોનો સમાવેશ થાય છે. પી.આઇ. બી. ટી. વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ જાદવ, પીએસઆઇ એ. એલ. બારસીયા, ભુપતભાઇ, નરસંગભાઇ, આનંદભાઇ, કનુભાઇ,  દિપકભાઇ સહિતે આશિષભાઇ દવે, રોહિત કછોટ,  ધર્મેન્દ્રસિંહ અને વિજય મેતાની બાતમી પરથી આ દરોડો પાડ્યો હતો.

અન્ય દરોડામાં હેડકોન્સ. બી.આર. વાસાણી, વિજય મેતા સહિતે બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં રામજી મંદિર વાળી શેરીમાં રહેતાં મેહુલ રમેશભાઇ કોબીયા (ઉ.૨૬)ને રૂ. ૪૮૦૦ના ૧૨ બોટલ સાથે પકડી લીધો હતો.

કાનો બે બોટલ સાથે પકડાયો

આ ઉપરાંત તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન. ડી. ડામોર, રાજવીરસિંહ સહિતે પુનિતનગર હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં. ૯૯માં રહેતાં જયરાજસિંહ ઉર્ફ કાનો લખધીરસિંહ રાણા (ઉ.૨૦)ને રૂ. ૮૦૦ના બે બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

(11:48 am IST)
  • પાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST

  • દિલ્હી-એનસીઆરમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે : પ્રદુષણ-પર્યાવરણ નિયંત્રણ બોર્ડે 15મી ઓક્ટોબરથી ગ્રૅન્ડેડ રિસ્પોન્સ પ્લાન લાગુ કરવા નિર્ણંય કર્યો : 15મી ઓક્ટોબરથી 15 માર્ચ સુધી લાગુ રહેશે : આ સમય દરમિયાન ડીઝલ જનરેટરનો વપરાશ કરી શકાશે નહીં : બોર્ડે 15 ઓક્ટોબર સુધીમાં રસ્તાના ગાબડાં ભરવા પણ આદેશ કર્યો access_time 1:12 am IST

  • વડોદરાના આજવા પાર્કમાં ૯ ફૂટનો મગર મળયો : રહેણાંક વિસ્તારમાં નીકળેલા મગરને પ્રાણી ક્રૂરતા વિભાગે પકડી અને વન વિભાગને સોંપ્યો access_time 6:18 pm IST