Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

કડવા પાટીદાર સમાજ દ્વારા ૧૩ મો શરદોત્સવઃ દુધ-પૌવાની રંગત સાથે સિદસરના નવ નિયુકત હોદેદારોનું સન્માન

૨૫ હજાર પાટીદાર પરિવાર માટે ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગૃપ દ્વારા કર્ણાવતી પાર્ટી પ્લોટમાં બેનમૂન આયોજન : સ્વર્ગસ્થ પાટીદાર મહાનુભાવોના સ્મરણાર્થે રકતદાન કેમ્પઃ હાસ્ય કલાકાર જીતુભાઇ દ્વારકાવાળા સહીતના કલાકારો રમઝટ બોલાવશેઃ ગણતરીની મીનીટોમાં જ ૩૦ હજાર લોકોને દુધપૌવાની પ્રસાદી મળી રહે તેવી વ્યવસ્થા

રાજકોટ, તા. ૧૦: સામાજીક અને સેવાકીય પ્રવૃતિ કરતી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગૃપ દ્વારા શરદપુનમની રઢીયાળી રાતે તા. ૧૩ ને રવિવારે ૧૪ મો શરદોત્સવ યોજાશે. જેમાં પારીવારીક સાંસ્કૃતીક તેમજ હાસ્યરસના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ છે. શરદોત્સવના આ કાર્યક્રમમાં ઉમિયાધામ સિદસરના નવ નિયુકત હોદેદારો તેમજ ઉંઝા ખાતે યોજાનારા લક્ષચંડી યજ્ઞના મુખ્ય યજમાન નું સન્માન કરવામાં આવશે. તેમજ પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ ના સ્મરણાર્થે આ કાર્યક્રમમાં રકતદાન કેમ્પ યોજાશે.

  શહેરના કાલાવડ રોડ પર રંગોલી પાર્ક પાછળ કર્ણાવતી પાર્ટીપ્લોટ ખાતે તા. ૧૩ ઓકટોમ્બર રવિવાર રાત્રીના સાડા આઠ કલાકે યોજાનારા શરદોત્સવમાં રાજકોટમાં વસતા અંદાજે રપ હજાર કડવા પાટીદાર પરિવારો એકસાથે બેસીને દુધપૌવા તેમજ સાંસ્કૃતીક કાર્યક્રમ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પટેલ સમાજ રાજકોટના પ્રમુખ અરવિંદભાઇ પટેલ, તેમજ દિપ પ્રાગટય પાટીદાર શ્રેષ્ઠી બાનલેબના મૌલેશભાઇ ઉકાણી, નંદલાલભાઇ માંડવીયા, ચંદ્રકાન્તભાઇ પટેલ, વલ્લભભાઇ વડાલીયા, મુળજીભાઇ ભીમાણી, મનસુખભાઇ પાણ, નાથાભાઇ કાલરીયા, કે.બી.વાછાણી, ચંદુભાઇ સંતોકી, ડો. આનંદ જસાણી, માધવજીભાઇ નાદપરા, પ્રવીણભાઇ ગરાળા ના હસ્તે થશે. ઉમિયા માતાજી મંદિર સિદસરના પૂર્વ પ્રમુખ ડો. ડાયાભાઇ પટેલ તથા પી.એમ. ડીઝલ્સના પોપટભાઇ એન. પટેલ ઉપસ્થિત રહી આર્શીવચન આપશે. શરદોત્સવના આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ પાટીદાર સમાજના શ્રેષ્ઠી અને દાતાઓ એવા સ્વ. છગનભાઇ કણસાગરા, સ્વ. લક્ષ્મણભાઇ માંડવીયા, સ્વ. કરમણભાઇ ગોવાણી, સ્વ. મેધજીભાઇ પટેલ સ્વ. મોહનભાઇ ભાલોડીયા ના સ્મરણાર્થે ફીલ્ડમાર્શલ બ્લડબેંક તથા રાજકોટ વોલેન્ટરી બ્લડબેંકના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરાયુ છે. જેમાં દાતાઓના પરિવાર તથા કેતનભાઇ ધુલેશીયા ઉપસ્થિત રહેશે.

 ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપ આયોજીત આ શરદોત્સમાં શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના નવા વરાયેલા પ્રમુખ તરીકે જેરામભાઇ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ તથા ઉંઝા ખાતે યોજાનાર લક્ષચંડી યજ્ઞના મુખ્ય યજમાન ગોવિંદભાઇ વરમોરાનું બહુમાન કરવામાં આવશે. છેલ્લા ૧૯ વર્ષથી કડવા પાટીદાર સમાજ ના ઉત્કર્ષ માટે સંપ-સેવા અને સહકારની ભાવનાથી વિવિધ પ્રવૃતી કરતી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપના પ્રમુખ અશોકભાઇ દલસાણિયા, ઉપપ્રમુખ હરીભાઇ કલોલા, મંત્રી સુરેશભાઇ વડાલીયા, ખજાનચી ગોરધનભાઇ કણસાગરા તેમજ ટ્રસ્ટી મહેશભાઇ ભુવા, પ્રવિણભાઇ જીવાણી, ચંદુભાઇ કાલાવડીયા, મનસુખભાઇ ભાલોડિયા, અરવિંદભાઇ જીવાણીએ જણાવ્યુ છે કે કડવા પાટીદાર સમાજ માટે આગામી તા. ૧૩  રવિવારે યોજાનારા ૧૪ માં  શરદોત્સવ માટે કોઈપણ જાતના પાસ કે ટીકીટ વિના પાટીદાર પરિવારો સામુહીક રીતે શરદોત્સવની ઉજવણી કરે તેવુ આયોજન કરાયુ છે. આ શરદોત્સવના કાર્યક્રમમાં શ્રીમતી આશાબેન વૈશ્નવ એન્ડ પાર્ટી તથા હાસ્ય કલાકાર જીતુભાઇ દ્વારકાવાળા દ્રારા સાંસ્કૃતીક તેમજ હાસ્યરસની રંગત જામશે. અંદાજે ૩૦ હજાર થી વધુ જન મેદનીને ગણતરીની મીનીટોમાં દુધ પોવાની પ્રસાદી સ્થળ પર જ મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શરદોત્સવના દુધ પૌવાના દાતા તરીકે ગં.સ્વ. લાભુબેન કરમણભાઇ ગોવાણી, મહેશભાઇ કરમણભાઇ ગોવાણી, શૈલેષભાઇ કરમણભાઇ ગોવાણી નો સહયોગ પ્રાપ્ત થયો છે.

 ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટના હોદેદારોએ જણાવ્યુ હતુ કે છેલ્લા ૧૯ વર્ષથી કડવા પાટીદાર સમાજના ઉત્કર્ષ માટે સંસ્થા અનેકવિધ સામાજીક પ્રવૃતિઓ કરી રહી છે. જેમાં ઉચ્ચ શિક્ષણ સહાય લોન, સિલાઇ તથા એમ્બ્રોડરી સહાય (વગર વ્યાજે), મેડીકલ સારવારના સાધનોની સહાય, મેડીકલ સારવાર સહાય, શરદોત્સવ, પડતરભાવે નોટબુક વિતરણ, રકતદાન કેમ્પ, ઉમિયાજી ર્કિંતન મંડળ, ઉમિયા બેન્ડ એન્ડ ડી.જે., પોકેટ કેલેન્ડર વિતરણ, કુદરતી આફતના સમયે સહાય, ઘાસચારો તથા ચણ, ઉમિયા જીમ સેન્ટર, નિદાન અને હેલ્થ ચેકઅપ કેમ્પ, વિધવા ત્યકતા નિરાધાર ખેત મજુર બાળકોને શિષ્યવૃતી, બાળકોને શિષ્યવૃતી સહાય, ધો. ૧૦ પછી ડીપ્લોમા કોર્ષ સહાય લોન, સાદી સાઇકલ, વિદ્યાર્થીઓને લેપટોપ, ઇલેકટ્રીક ટુ વ્હીલર, સોલાર વોટર હીટર લોન, વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય છે.

 સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઉમીયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટના કારોબારી સભ્યો પો. જે.એમ. પનારા, જેન્તીભાઇ મારડીયા, સન્નીભાઇ ખાંટ, સી.એન.જાવીયા, નટવરલાલ મકવાણા, મનસુખભાઇ ભેંસદડીયા, જયેન્દ્ર ઝારસાણીયા, હિમાંશુ વડાલીયા, મહાદેવભાઇ સાણંદીયા, મકનલાલ મેધપરા, દિનેશભાઇ ચાપાણી, પ્રવીણભાઇ મણવર, અમુભાઇ કણસાગરા, અશ્વિનકુમાર કાલરીયા, કીરીટભાઇ બુટાણી, કેયુર કણસાગરા, કલ્પેશભાઇ અધેરા, ભરતભાઇ દેપાણી, મહેન્દ્રભાઇ કાસુન્દ્રા, ચતુરભાઇ ભીમાણી, નિલેશભાઇ શેખાત, દિલીપભાઇ કંટારીયા, રજનીભાઇ ગોલ, જયેશભાઇ પેશીવાડીયા, મેપાભાઇ કણસાગરા, પરીનભાઇ દલસાણીયા, ચંદુભાઇ ગોવાણી, જયેશભાઇ કણસાગરા, પીયુષ સીતાપરા, હરસમુખભાઇ ચાંગેલા, પ્રવિણભાઇ કગથરા, પ્રકાશ દ્યેટીયા, પંકજ કુલતરીયા, સનતભાઇ બાણુગરીયા, પંકજ સીતાપરા, પીયુષ કાલાવડીયા, અશ્વિનભાઇ ડેડકીયા, જમનભાઇ આલોદરીયા, આકાશ બકોરી, કે.વી. પબાણી, મગનભાઇ ખીરસરીયા, ધનરાજ શીરા, કેતન ભુત, કિશોરભાઇ દેત્રોજા, પરેશભાઇ માણાવદરીયા, અતુલ ધીંગાણી, પોપટભાઇ ભાલોડી, જીગ્નેશ વિરોજા, પારસ માકડીયા, રેનીશ શોભાણા, ધીરજભાઇ ભલાણી, મગનભાઇ કોરડીયા, અશ્વિનભાઇ કાંજીયા, વિનુભાઇ ઇસોટીયા, હસમુખભાઇ કાનાણી, રસિક વેકરીયા, અરવિંદ વડાલીયા, વિનોદ લાલકીયા, યોગેશ કાલરીયા, નયન વાછાણી, રમેશભાઇ કણસાગરા, ભગવાનજીભાઇ કાનાણી, નાગજીભાઇ ડઢાણીયા, યોગેશભાઇ કાલરીયા, રાજુભાઇ મણવર, રસીકભાઇ દલસાણીયા એ જહેમત ઉઠાવી રહયા છે.

(11:47 am IST)
  • પાકિસ્તાને ગ્વાદર ક્ષેત્રમાં ચીની કંપનીઓને 23 વર્ષ માટે ઈન્ક્મટેક્સમાં આપી છૂટ : પાકિસ્તાને રણનીતિક ગ્વાદર બંદરગાહ અને તેના મુકતક્ષેત્રમાં કાર્યરત ચીનની કંપનીઓને આવકવેરા મુકત કરવા નિર્ણંય કર્યો access_time 1:07 am IST

  • દિલ્હી-એનસીઆરમાં ડીઝલ જનરેટરના ઉપયોગ પર પ્રતિબંધ લાગશે : પ્રદુષણ-પર્યાવરણ નિયંત્રણ બોર્ડે 15મી ઓક્ટોબરથી ગ્રૅન્ડેડ રિસ્પોન્સ પ્લાન લાગુ કરવા નિર્ણંય કર્યો : 15મી ઓક્ટોબરથી 15 માર્ચ સુધી લાગુ રહેશે : આ સમય દરમિયાન ડીઝલ જનરેટરનો વપરાશ કરી શકાશે નહીં : બોર્ડે 15 ઓક્ટોબર સુધીમાં રસ્તાના ગાબડાં ભરવા પણ આદેશ કર્યો access_time 1:12 am IST

  • ઈજાગ્રસ્ત ઝિંગન બાંગ્લાદેશ વિશ્વકપ ક્વાલિફાયર મેચથી બહાર :ભારતીય ફૂટબોલ ટીમના ડિફેન્ડર સંદદેશ ઝિંગન ઇજા થવાના કારણે 15મી ઓક્ટોબરથી બાંગ્લાદેશ વિરુદ્ધ ફિફા વિશ્વકપ ક્વાલિફાયર મુકાબલાથી બહાર થયો : ઝિંગનને નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસીના વિરુદ્ધ રમાયેલ મૈત્રી મેચમાં ઇજા થઇ હતી access_time 1:22 am IST