Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

હરીભાઇ ડાંગરના ખબરઅંતર પુછતા શ્રી એ.કે. શર્મા

ભારત સરકારના સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્ટેલીજન્સના ડાયરેકટર અને રાજકોટના પોલીસ વડા રહી ચુકેલા શ્રી એ.કે.શર્મા પરિવાર સાથે તાજેતરમાં રાજકોટ આવ્યા હતા ત્યારે પૂર્વ કોર્પોરેટર શ્રી હરીભાઇ ડાંગરના ખબર અંતર પુછવા ગયા હતા તે પ્રસંગની તસ્વીર. હરીભાઇના ધર્મપત્નિ શ્રીમતી જયાબેન  ડાંગર હાલમાં હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ કમીટીના ચેરમેન છે. અને પુત્ર શ્રી શૈલેષ ડાંગર યુવા ભાજપના અગ્રણી છે. ડાંગર પરિવાર સાથેના આત્મીય સંબધોના નાતે દેશની સર્વોચ્ચ તપાસનીસ સંસ્થાના ટોચના હોદા ઉપર હોવા છતાં નિરાભીમાનપણે તેઓ ડાંગર પરિવારને મળવા ગયા હતા.  થોડા સમય પહેલા જ હરીભાઇ લાંબી માંદગીમાંથી બહાર આવ્યા હતા. શ્રી એ.કે. શર્મા દંપતિએ રાજકોટ ખાતે  અબતક અખબારના  તંત્રીશ્રી સતીષભાઇ મહેતા અને શ્રી વિજયસિંહ વાળા સંચાલીત ''સુરભી'' રાસોત્સવની મુલાકાત પારિવારીક સંબધોના નાતે લીધી હતી.

(11:39 am IST)
  • સુરત મજુરાના ધારાસભ્ય હરસંઘવીની આંતરરાષ્ટ્રીય સમિતિમાં નિમણુંક : વિદેશી સંબંધો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર બાબતની આઈસીડબલ્યુએ સમિતિના સભ્યપદે થઈ નિમણુંક access_time 6:16 pm IST

  • રાજકોટ જિલ્લા પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત સામેની રીટની હાઇકોર્ટમાં સુનાવણીઃ બપોર પછી કેસમાં પ્રગતિ થવાની સંભાવના access_time 3:52 pm IST

  • જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ access_time 3:51 pm IST