Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

આર્ય ફાઉન્ડેશન દ્વારા રકતદાન કેમ્પઃ એકત્ર થયેલ ૧૫૧ યુનિટ રકત થેલેસેમીયાના દર્દીઓને અર્પણ

રાજકોટ : માનવ સેવા પ્રવૃતિમાં સતત આગળ વધી રહેલ આર્ય ફાઉન્ડેશન દ્વારા ગાંધીગ્રામના મોચીનગર હોલમાં રકતદાન કેમ્પ યોજાયો હતો. ૧૫૨ રકતદાતાઓએ ઉત્સાહભેર રકતદાન કર્યુ હતું. સંસ્થાના વડાએ એકઠુ થયેલું રકત થેલેસેમિયાગ્રસ્ત માટે ઉપયોગમાં લેવાની જાહેરાત કરી છે. આર્ય ફાઉન્ડેશનના પ્રમુખ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આર્યફાઉન્ડેશન દ્વારા લોકોને વિનામુલ્યે મેડીકલ સાધનોની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા લોકસેવાના અનેક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મહામંત્રી નેહલભાઇ શુકલ, એનએમટીસી બોર્ડ ભારત સરકારના ડિરેકટર રાજેન્દ્રસિંહ જાડેજા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, મહાનગરપાલિકા વોટર વર્કસ સમિતિના ચેરમેન બાબુભાઇ આહીર, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન આશિષભાઇ વાગડીયા, માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન અંજનાબેન મોરજરીયા, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, શહેર યુવા ભાજપના પ્રભારી ફાલ્ગુનભાઇ ઉપાધ્યાય, શહેર યુવા ભાજપના પ્રમુખ પ્રદિપભાઇ ડવ, રાજકોટ શહેર યુવા ભાજપના મહામંત્રી પરેશભાઇ પીપળીયા, સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય, શહેર યુવા ભાજપના ઉપ પ્રમુખ સર્વેશ્વરભાઇ ચોૈહાણ, હિતેશભાઇ મારૂ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહયા હતા. આર્ય ફાઉન્ડેશનના રકતદાન કેમ્પને સફળ બનાવવા માટે સંસ્થાના પૃથ્વીસિંહ વાળા, અનુભાઇ ધાંધલ, ધવલ ઝાલા, ભોજુભા જાડેજા, રાજુભાઇ જેબલીયા, વિશાલ મહેતા, સંદિત ત્રિવેદી, દિવ્યેશ મિયાત્રા, પંંકજ ઠાકુર, હરદિપસિંહ સરવૈયા, મયંક પટેલ, બહાદુરભાઇ મંજરીયા, વિનોદ ગોસાઇ, લક્કીરાજસિંહ રાણા, પંકજ રામાવત અને હરશ્યામસિંહ જાડેજા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(4:14 pm IST)