Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

મૌલેશભાઇની કાયા વામન છે પણ તેના વિચારો વિરાટ છેઃ પૂ. અપૂર્વમુનિ

આર્યુર્વેદના વિકાસ દ્વારા મૌલેશભાઇ અને તેમના પરિવારે મોટી સેવા કરી છેઃ વજુભાઇ

 રાજકોટઃ તાજેતર માં ૨ાજકોટને ગૌરવ થાય તે રીતે વ્યવસાયિક ક્ષેત્રે ઉચી ઉડાન ભરનાર બાન લેબના એમ. ડી.મોલેશભાઈને કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળા અને બી. એ. પી.એસના પ. પૂ. અપૂર્વમુનિ સહિતના   આગેવાનોની હાજરીમાં   લાગણીભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટાભાગના વકતાઓએ મોલેશભાઈ ઉકાણીની સાદગી અને સેવાયાત્રાને બિરદાવી હતી સાથોસાથ તેમને હજુ વધુ સફળતા મળે તેવી શુભેચ્છા પણ આપી હતી. રાજકોટ અભિવાદન સમિતિ દ્વારા યોજાયેલા આ ગરિમાપૂર્ણ સમારોહમાં બાન લેબના સ્થાપક ડો. ડાયાભાઇ પટેલ તેમજ સમગ્ર ઉકાણી પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. 

 વૈશ્વિક ફલક ઉપર સૌરાષ્ટ્રનું નામ રોશન કરનાર મુઠી ઉચેરા માનવી, ભગવાન દ્વારકાધીશના અનન્ય ભકત, હકારાત્મક ઉર્જાના સ્ત્રોત, આગવી કોઠાસૂઝ અને સાહસિકતાના પર્યાય, સામાજિક અને સેવાકીય કાર્યોના પ્રહરી તેમજ સમગ્ર સૌરાષ્ટ્રને સેસા બ્રાન્ડનું આંતરરાષ્ટ્રીય કંપની ટુ નોર્થ સાથે સંયોજન કરીને વૈશ્વિક ગૌરવ અપાવનાર મૌલેશભાઇ ઉકાણીનું સન્માન એ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓનું સન્માન છે તેવો સુર મોટા ભાગના વકતાઓએ વ્યકત કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભમાં જીનિયસ સ્કૂલના ડી.વી.મહેતાએ મૌલેશભાઈનો પરિચય આપ્યો હતો અને કહ્યું હતું કે, તેમનામાંથી સાદગી, દ્રઢતા, શ્રધ્ધા અને સ્થિીતપ્રજ્ઞતા જેવા ગુણો શીખવા જેવા છે. પોતાના સ્વાગત પ્રવચનમાં અભિવાદન સમિતિના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ મૌલેશભાઇ સાથેના તેમના ગાઢ સબંધો વિષે વાતો કરી હતી.

 આ પ્રસંગે બી.એ.પી.એસના પ.પુ,અપૂર્વમુનિ સ્વામીએ કહ્યું હતું કે, મૌલેશભાઈની કાયા વામન છે પરંતુ તેમના વિચારો વિરાટ છે.કોઈનું સન્માન થતું હોય ત્યારે આટલી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે એ જ મોટું સન્માન હોય છે. તેમણે કહ્યું હતું કે, મૌલેશભાઈએ ઘણા જરૂરતમંદ લોકોને જીવાડ્યા છે.તેમણે મૌલેશભાઈના જીવનમાં હંમેશા પૂનમ જ ખીલેલી રહે તેવા આશીવાદ પણ આપ્યા હતો. કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળાએ પોતાના પ્રવચનમાં મોલેશભાઈને વ્યવસાયમાં ઉચી ઉડાન ભરવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આયુર્વેદ અને યોગ આજના સમયમાં સૌ માટે સંજીવની છે અને આયુર્વેદના વિકાસ દ્વારા મૌલેશભાઈ અને તેમના પરિવારે મોટી સેવા કરી છે. ઙ્ગ

 આ પ્રસંગે વજુભાઇ વાળાના હસ્તે બાન લેબના સ્થાપક ડો. ડાયાભાઇ પટેલ ઉપરાંત નટુભાઇ ઉકાણી, જય મૌલેશભાઇ ઉકાણી, લવ નટુભાઇ ઉકાણી વગેરેનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું પોતાના સન્માન પ્રત્યુતરના મૌલેશભાઇ કહ્યું કે, ૧૯૯પમાં સેસા તેલ લોન્ચ કરવામાં  આવ્યું હતુ ત્યારથી   અત્યાર સુધીના સમય ગાળામાં  આ બાન્ડ્રે ઘણી  સિધ્ધી મેળવી છે.  આ બ્રાન્ડેની સફળતા તેના સ્ટોકિસ્ટ, ડિસ્ટ્રીબ્યુટર્સ, ગ્રાહકો, શુભેચ્છકો વગેરેને આભારી છે. સફળતાનો આધાર તમે સમાજને શું આપો છો  તેમા પર છે. દ્વારકાધીશના આશીર્વાદથી અને સમાજે ઘણું આપ્યું છે અને તે હું સમાજને આપતો રહું છું.કાર્યક્રમના અંતે આભાર વિધી અભિવાદન સમિતિના   મુકેશભાઈ દોશીએ કરી હતી જયારે સંચાલન સંજય કામદારે કર્યું હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે, મૌલેશભાઈ ઉકાણી સરગમ કલબના મંત્રી હોવા ઉપરાંત પાટીદાર સમાજથી લઈને દરેક શાતિ સમાજ સાથે એય ઘરોબો ધરાવે છે. તેઓ સરકારી, અર્ધ સરકારી, સામાજિક, ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરતી ૪૫ જેટલી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. રાજકોટના રત્ન એવા મૌલેશભાઈની તાજેતરમાં સરકારે દ્વારકા મંદિરની સમિતિમાં પણ નિમણૂંક કરવામાં આવી છે.

 રાજકોટ નાગરિક અભિવાદન સમિતિમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, કલબ યુ.વી.ના એમ.ડી. મહેન્દ્રભાઈ ફળદુ, રાજકોટ ચેમ્બરના પ્રમુખ ગૌતમભાઈ ધમસાણીયા, સહકારી અગ્રણી જયોતીન્દ્રભાઈ મહેતા, શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઅલ એસો.ના પ્રમુખ રમેશભાઈ ટીલારા, ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઈ વોરા, રાજકોટ બિલ્ડરે એસો.ના પ્રમુખ સ્મિતભાઈ પટેલ, શેઠ બિલ્ડર્સના મુકેશભાઈ શેઠ, મેટોડા જીઆઇડીસી એસોના પ્રમુખ બિપીનભાઈ  હદવાણી , જીનિયરસ સ્કૂલના ડી.વી.મહેતા, જૈન સમાજના અગ્રણી ચંદ્રકાન્તભાઈ શેઠ, સમર્પણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મુકેશભાઈ દોશી, આર.કે. ,યુનિના ચેરમેન ખોડીદાસભાઈ પટેલ, એન્જલ પમ્પના કિરીટભાઈ આદ્રોજા, પુજારા ટેલિકોમના યોગેશભાઈ પુજારા, મારવાડી યુનિવર્સીટીના વાઈસ ચેરમેન જીતુભાઈ ચંદારાણા, સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બરના પ્રમુખ નલીનભાઇ ઝવેરી, બોલબાલા ટ્રસ્ટની જયેશભાઇ ઉપાધ્યાય, સિલ્વર એન્ડ ગોલ્ડ એસો.ના ભાયાભાઇ સાહોલિયાં અને ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ડી.કે.વડોદરિયા વગેરેનો સમાવેશ થતો હતો.

આ કાર્યક્રમમાં વેજાભાઇ રાવલિયા, નંદલાલભાઈ માંડવિયા મ, કિશોરભાઈ ભાલાળા, ભાવેશમાઈ પટેલ, જગદીશભાઈ કોટડીયા, રમણભાઈ વરમોરા, નાથાભાઈ કાલરીયા, પરસોત્ત્।મભાઈ કમાણી, હરેશભાઇ લાખાણી જયસુખભાઈ ઘોડાસરા, નટુભાઈ ઉકાણી, બાબુભાઇ ઘોડાસરા, બેનાણી, પ્રભુદાસભાઇ પારેખ, વી.પી.વૈષ્ણવ, નરેન્દ્રભાઈ દવે, યુસુફભાઇ માંકડા, હરેશભાઇ પરસાણા, પી.ડી.અગ્રવાલ, મગનભાઈ ધીંગાણી, અરવિંદભાઈ, વાલ્લભભાઈ ભલાણી, ભાવેશભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, રામભાઈ મોકરિયા, જમનભાઈ ભલાણી, ડો. કીર્તીભાઇ પટેલ, બાવનજીભાઈ મેતલીયા, શિવલાલભાઈ આદ્રોજા, જવાહર મોરી, દિલીપભાઈ લાડાણી, જીમ્મીભાઈ અડવાણી,રાજભા ગોહિલ, મગનભાઈ મજીઠીયા, એસ.એમ.પટેલ, વસંતભાઈ ભાલોડિયા, જીવનભાઈ વડાલીયા, પ્રવીણભાઈ માકડીયા, રાજેનભાઈ વડાલીયા, પ્રતાપભાઈ પટેલ, શંભુભાઈ પરસાણા, ૨મેશભાઈ પટેલ, કૃષ્ણકાંતભાઈ ધોળકિયા, કાશ્મીરાબેન નથવાણી લતાબેન તન્ના, નીલુબેન મહેતા, માલાબેન કુંડલીયા, જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:59 pm IST)