Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

વીવીપીમાં રાસોત્સવ

વી.વી.પી. ઇજનેરી કોલેજ દ્વારા ''રાસોત્સવ-૨૦૧૮''નું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓએ સાથે મળી માં શકિતની આરાધના કરી. ''રાસોત્સવ''ના ઉદ્દઘાટનમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, પોલીસ કમિશનર મનોજભાઇ અગ્રવાલ, આર.એસ.એસ.ના વિભાગ પ્રચારક કેતનભાઇ સોજીત્રા, ગુજરાત પ્રાંત સહ-સેવાપ્રમુખ ડો. નરેન્દ્રભાઇ દવે, રાજકોટ વિભાગ કોલેજીયન પ્રમુખ પંકજભાઇ રાવલ, જાણીતા સી.એ. પ્રવિણભાઇ ધોળકીયા, રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઇ મિરાણી, કોર્પોરેટર કશ્યપભાઇ શુકલ, એડવોકેટ જયેશભાઇ જાની, કપીલ જયદેવભાઇ શુકલ, સામાજીક આગેવાન સુરેશભાઇ પરમાર, જાણીતા શિક્ષણ વિદ દર્શિતભાઇ જાની (ઇનોવેટીવ સ્કૂલ), લઘુઉદ્યોગ ભારતીના દિપકભાઇ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના નવનીતભાઇ ગોહેલ, સંસ્થાના ટ્રસ્ટી કોૈશિકભાઇ શુકલ, સંસ્થાના આચાર્ય ડો. જયેશભાઇ દેશકર, ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચરના પ્રિન્સીપાલ દેવાંગભાઇ પારેખ વગેરે ઉપસ્થિત રહી વી.વી.પી.ના આયોજનને બિરદાવેલ.(૧.૨૪)

(3:59 pm IST)