Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

વોર્ડ નં.૧૫નાં વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ સી.સી. રોડના કામનો પ્રારંભ

 રાજકોટ મહાનગરપાલિકાનાં ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા 'સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે' શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૧૫માં જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક કામ, સી.સી. રોડ બનાવવાનું કામ તેમજ વોંકળામાં નેટવર્ક બદલવાનું અને મેનહોલ બનાવવાના કામનું ખાતમુહુર્ત કરતા માન.મેયર બિનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીના હસ્તે કરવામાં આવેલ. જેમાં, વોર્ડ નં.૧૫માં આવેલ આજી મેદાનથી આજી ટ્રાફિક પોલીસ સ્ટેશન સુધી અંદાજીત ૪૯૫ રનીંગ મીટર ડ્રેનેજ નેટવર્ક કરવામાં આવશે. જેમાં આ કામમાં અંદાજીત રૂ.૮.૯ લાખનો ખર્ચ થશે. ફૂલબીયાપરા-૭,૮,૯,૧૦ વિગેરે વિસ્તારમાં ૧૮૦૦ રનીંગ મીટર ડ્રેનેજ નેટર્વક કરી IC/હાઉસ કનેકશન ચેમ્બર તથા મેનહોલ બનાવી સી.સી. કામ કરવામાં આવશે. જેમાં આ કામમાં અંદાજીત રૂ.૩૫.૯ લાખનો ખર્ચ થશે. તેમજ વિજયનગર-૫અ,૬,૭ રામનગર-૧ થી વિજયનગર-૫અ અને વિનોદનગર વોંકળામાં ૬૬૫  રનીંગ મીટર ડ્રેનેજ નેટવર્ક બદલવા અને મેનહોલ બનાવવામાં આવશે. આ કામ અંદાજીત રૂ.૨૦.૦૪ લાખના ખર્ચે થશે. આ પ્રસંગે શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, ડ્રેનેજ કમિટી ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ નં.૧૫ના મહામંત્રી મહેશભાઈ બથવાર, તેમજ વોર્ડના અગ્રણીઓ સોમાભાઈ ભાલીયા, હસુભાઈ છાટબાર, બીપીનભાઈ સોલંકી, જયશ્રીબેન સોલંકી, વિરમભાઈ રબારી, વિનોદભાઈ, કુમારખાણીયા, મુકેશભાઈ વાળા, ભરતભાઈ, નાજાભાઈ ધરેજીયા, અનિલભાઈ, ચંપાબેન મેવાસીયા, કમીબેન બાવરીયા, બીપીનભાઈ પરમાર, કમલેશભાઈ બગડાઇ, ગોવિંદભાઈ ભૈયાજી વિગેરે લતાવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.(૨૩.૧૨)

(3:58 pm IST)