Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ભકિતનગર સ્ટેશન પ્લોટમાં કારખાનામાં લુંટ કરી ચોકીદારની હત્યાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ, તા.૧૦: ભકિતનગર સ્ટેશન પ્લોટમાં આવેલ અમિત ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં થયેલ લૂંટ અને ચોકીદારની હત્યાના ગુન્હામાં આરોપી નિતેષ છનુભાઇ મરાઠાને અદાલતે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, ભકિતનગર સ્ટેશન પ્લોટ-૧૭માં આવેલ અમિત ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ગઇ તા.૧૧-૫-૧૪ના રોજ કોઇ અજાણ્ય ઇસમોએ લૂંટ કરવાના ઇરાદે પ્રવેશી અને રૂ. ૭૦,૦૦૦/-ની લુંટ કરેલ અને ત્યાં ચોકીદાર તરીકે રહેલ  મોહનભાઇ ખીમજીભાઇ લુણસરીયાને વાયરથી ગળા ટૂંપો આપી હત્યા કરેલ જે અંગેની ફરીયાદ કારખાનાના માલીક અમૃતલાલ વિઠલદાસ ધકાણ એએ-ડીવીઝન પોલીસ સ્ટેશન આ ગુન્હાની તપાસ શરૂ કરેલ ત્યારબાદ આ ગુન્હાની તપાસ ક્રાંઇમ બ્રાંચને સોંપવામાં આવેલ અને ક્રાંઇમ બ્રાંચને આરોપી નિતેષ મરાઠાની આ ગુન્હામાં ધરપકડ કરેલ અને આરોપીના રીમાન્ડની માંગણી કરેલ ત્યારબાદ આ ગુન્હો ડીટેક કરવા પોલીસે આરોપી નિતેષ મરાઠાના લાઇ ડીટેકટર ટેસ્ટ અને નારકો ટેસ્ટ અને વોઇસ સ્પેકટ્રો ગ્રાફી પોલીસે કરાવેલ અને આરોપી સામેની તપાસ પુરી થતા નામદાર કોર્ટમાં આરોપી વિરૂધ્ધ ચાર્જશીટ કરેલ.

આરોપી સામેનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટમાં કુલ-૨૯ મૌખિક તેમજ ૬૬-દસ્તાવેજ પુરાવાઓ તપાસે લેતા આ કેસમાં આરોપી નિતેષ છનુભાઇ મરાઠા વતી ધારાશાસ્ત્રી રધુવીરસિંહ આર. બસીયા રોકાયેલ હતો તેઓએ વિવિધ વડી અદાલતોના ચુકાદાઓ ટાંકી દલીલો કરેલ તેમજ નારકો ટેસ્ટ અને લાઇ ડીટેકટર ટેસ્ટ કયાં સંજોગોમાં આરોપી વિરૂધ્ધ માનવુ જોઇએ તે અંગેની વિશદ છણાવટો કરેલી તેમજ આરોપીના વોઇસ ટેસ્ટને કોર્ટે તેવા સંજોગોમાં ધ્યાને લેવા ન જોઇએ તે અંગેની દલીલો કરેલ સર્વોચ્ચ અદાલતના લાઇ ડીટેકટર ટેસ્ટના સિધ્ધાંતો તેમજ ચુકાદાઓની ગહન રજુઆતો કરેલ જે તમામ દલીલોના ચુકાદાઓને ધ્યાને લઇ સેશન્સ કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલ આ કામે આરોપીના એડવોકેટ તરીકે રધુવીરસિંહ આર.બસીયા રોકાયેલ હતાં.

(3:58 pm IST)