Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ચુનારાવાડના ખુની હુમલાના ગુનામાં પકડાયેલ આરોપી ના જામીન મંજુર

રાજકોટ તા ૧૦ : ચુનારાવાડ વિસ્તારમાં યુવાન પર થયેલ ખુની હુમલો કરવા અંગે પકડાયેલ આરોપીનો જામીન પર છોડવાનદ કોર્ટે હુકમ કર્યો હતો.

ચુનારાવાડ વિસ્તારમાં રહેતા બાવાજી યુવાન સુનિલ અશોકભાઇ કુબાવતે રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૦૭,૩૨૩,૫૦૪,૧૧૪ તથા જી.પી. એકટ ૧૩૫(૧) મુજબની ફરીયાદ નોંધાવેલ હતી. જે અન્વયે પોલીસ દ્વારા ગત તા. ૧૧ ૦૬ ૨૦૧૮  ના રોજ આ કામના આરોપી શન્ની રમેશભાઇ પવાર, ની ઉપરોકત ગુન્હાના કામ સબબ રાજકોટના થોરાળા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે આ કામના ફરીયાદી સુનિલ અશોકભાઇ કુબાવતને અગાઉ થયેલી માથાકુટ બાદ ફરીયાદી બેઠા હતા ત્યારે આરોપી અને સગીર વયના બાળ કિશોરને સાથે રાખીને ગાળો બોલી પોતાના નેફામાં રહેલ છરી વડે ફરીયાદીને જમણા પડખામાં છરી મારી દેતા ફરીયાદી ત્યાં જ ઢળી પડેલ હતા ત્યારબાદ ફરીયાદીને સીવીલ હોસ્પીટલ રાજકોટમાં દાખલ કરેલ જે બનાવ અંગેની ફરીયાદ ઉપરોકત આરોપી વિરૂધ્ધ થોરાળા પોલીસ સ્ટેશનમાં કરેલ હતી.

ત્યારબાદ પોલીસ દ્વારા તા. ૧૧-૦૬-૨૦૧૮ ના રોજ આ કાના શન્ની રમેશભાઇ પવાર તેમજ સગીર બાળ કિશોરને ધરપકડ કરી તા. ૧૨-૦૬-૨૦૧૮ ના રોજ આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરતા કોર્ટે જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપેલ. ત્યારબાદ આરોપી વતી પોતાના એડવોકેટ મારફત જામીન પર છુટવા જામીન અરજી ગુજારેલ. જે અન્વયે આરોપી વતી રોકાયેલા એડવોકેટે કરેલ દલીલ અને રજુ રાખેલ વડી અદાલતના ચુકાદાઓને ધ્યાનમાં રાખી સેશન્સ જજ એચ.બી ત્રિવેદી એ આરોપીને જામીન પર છોડવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામે આરોપી વતી રાજકોટના એડવોકેટ આર.બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ તથા જાહીદ એન. હિંગોરા રોકાયેલા હતા.

(3:57 pm IST)