Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

પડધરીના વિસામણ ગામે હત્યાની કોશિષના ગુન્હામાં છ આરોપીઓના જામીન મંજુર

રાજકોટ તા ૧૦ :  પડધરીના વિસામણ ગામે બે શખ્સોની હત્યાની કોશિષના ગુન્હામાં છ આરોપીઓની જામીન અરજી ને કોર્ટે મંજુર કરી હતી.

આ બનાવની ટુંકી વિગત મુજબ ફરીયાદી મનસુખભાઇ ભંડેરીએ પડધરી પોલીસ સ્ટેશનમાં આરોપી (૧) શકિતસિંહ જામભા જાડેજા (ર) ઇન્દુભા જામભા જાડેજા (૩) જીતુભા ઇન્દુભા જાડેજા,(૪) સંજયસિંહ જામભા જાડેજા, (૫) પરાક્રમસિંહ ભરતસિંહ જાડેજા (૬) મયુરસિંહ શકિતસિંહ જાડેજા (૭) મહેન્દ્રસિંહ ભરતસિંહ જાડેના બધા રહે. ડાંગરા, તા. ધ્રોલ વાળા તથા (૮) અનીતભાઇ ડોડીયા રહે. પડધરી તેમન બીજા અજાણ્યા દસ થી બાર ઇસમો પુર્વ આયોજીત કાવતરૂ રચી તેઓની જમીન પડાવી લેવાના ઇરાદે તા. ૨૮/૦૯-૨૦૧૮ ના રોજ પાંચેક ફોર વ્હીલ ગાડીઓમાં તેઓની ગાડીમાં વિસામણ આવી રાત્રીના ૧૦.૦૦ વાગ્યે તલવારો, પાઇપ તથા ધોકાઓથી ફરીયાદી સહીત ૬ વ્યકિત ઉપર હુમલો કરેલ.

આ હુમલામાં રામજીભાઇ મેઘજીભાઇ મેંદપરા તથા ડાયાભાઇ વસ્તાભાઇ બસાને માથામાં ગંભીર જીવલેણ ઇજાઓ થતા સારવારમાં દાખલ કરેલ જે અન્યવયે પડધરી પોલીસે ગુન્હો દાખલ કરી આરોપીઓ પૈકી સાતની ધરપકડ કરેલ હતી અને રીમાન્ડ મેળવી હથીયારો કબજે કરેલ હતા અને ત્યારબાદ આરોપીઓને જેલ હવાલે કરેલ હતા.

આ બનાવમાં જેલમાં રહેલ આરોપીઓ ઇન્દુભાઇ જામભા, જીતુભા ઇન્દુભા, સંજયસિંહ જામભા, પરાકમસિંહ ભરતસિંહ, મયુરસિંહ શકિતસિંહ, મહેન્દ્રસિંહ શકિતસિંહ, એમ છ આરોપીઓ જામીન ઉપર છુટવા રાજકોટના સેશન્સ કોર્ટમાં અરજી કરેલ હતી, જેને રાજકોટના એડી. સેશન્સ જજશ્રી ડી.ડી. ઠક્કરે તમામ આરોપીઓની જામીન અરજી મંજુર કરેલ છે.

આ કામમાં આરોપીઓ વતી રાજકોટના વકીલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદિપસિંહ બી. જાડેજા, શિવરાજસિંહ ઝાલા તથા દિપક ભાટીયા રોકાયેલ હતા.

(3:57 pm IST)