Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા મિશન વર્કશોપ યોજાયો

ભારત સરકાર દ્વારા જાન્યુઆરી–૨૦૧૯ માં ભારતના તમામ શહેરોમાં સ્વચ્છતા અંગે સ્પર્ધાત્મક  વાતારવણ ઉભું થાય તે માટે સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૧૯ કરવામાં આવનાર હોય, જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા સ્વામી નારાયણ મંદિર હોલ, કાલાવડ રોડ ખાતે  સોલિડ વસ્ટ મેનેજમેન્ટ શાખાના તમામ સફાઇ કામદારો, કોન્ટ્રાકટરના કામદારો, સખીમંડળો, મિત્રમંડળો તથા મીની ટીપરના ડ્રાઇવર તથા હેલ્પર સાથે સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૧૯ નો વર્કશોપ યોજવામાં આવેલ. આ વર્કશોપમાં સ્વચ્છ ભારત મિશન અન્વયે તમામ સફાઇ કામદારો, કોન્ટ્રાકટરના કામદારો, સખીમંડળો, મિત્રમંડળો તથા મીની ટીપરના ડ્રાઇવર તથા હેલ્પર ને શ્રી અપૂર્વ સ્વામી મહારાજ તથા શ્રી કોઠારી સ્વામી મહારાજ દ્વારા કર્મયોગી તાલીમ બાબતે માગદર્શન પુરું પાડવામાં આવેલ હતું.  આ વર્કશોપમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી, ડેપ્યુટી મયરશ્રી, શાસક પત્રના નેતાશ્રી, સેનીટેશન ચેરમેનશ્રી, નાયબ કમિશનરશ્રી પૂર્વ ઝોન, પર્યાવરણ ઇજનેરશ્રી હાજર રહેલ. આ વર્કશોપમાં તમામ નાયબ પર્યાવરણ ઇજનેરશ્રી, તમામ મદદનીશ પર્યાવરણ ઇજનેરશ્રી, તમામ સેનેટરી ઈન્સ્પેકટરશ્રી, કલેરીકલ સ્ટાફ વિગેરે દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ. તેમ કોર્પોરેશનની સતાવાટ યાદીમાં જણાવ્યું હતું.(૨૨.૧૩)

(3:57 pm IST)