Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

નિવૃત્તિ વિદાય સન્માન સમારોહઃ નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત

 શિવશકિત શાળા નં.૯૨માં સંગીત શિક્ષક તરીકે સેવા આપતા પ્રવીણભાઇ સુરિયા (દિવ્યાંગ કર્મચારી)ની નિવૃત્તિ વિદાય સમારંભ રાખવામાં આવેલ હતો. આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, તથા CRC પ્રકાશભાઇ મૂંઢ અને શાળાના આચાર્ય હંસાબેન પંડયાએ શાલ, શ્રીફળ પડો અને ગીફટ આપી તેઓને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન જયશ્રીબેન પંડયાએ કર્યુ હતું. શાળા પરિવારના શિક્ષકગણ તેમજ કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી.(૨૩.૧૧)

(3:56 pm IST)