Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

લુહાર પરમાર પરિવાર દ્વારા સમસ્ત લુહાર સમાજ માટે ફ્રી મેડીકલ કેમ્પ- દવા પણ અપાશે

રાજકોટ,તા.૧૦: શ્રી સમસ્ત લુહાર સમાજ (રાજકોટ શહેર) માટે સમાજના નિષ્ણાંત ડોકટરો દ્વારા નિદાન કેમ્પ તા.૧૪ને રવિવારે સવારે ૯ થી બપોરેના ૧૨:૩૦ સુધી દેવપરા શાળા નં.૬૩, દેવપરા શાક માર્કેટની બાજુમાં, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે. આ કેમ્પમાં નિષ્ણાંત  તબીબો સેવા આપશે. આ કેમ્પમાં વિનામૂલ્યે દવા અપાશે.

મેડીકલ કેમ્પમાં નિરંજનભાઈ નરસિંહભાઈ પરમાર, દિનકરભાઈ મોહનભાઈ પરમાર, મનસુખભાઈ પોપટભાઈ પરમાર, હરેશભાઈ હરજીવભાઈ પરમાર, સુરેશભાઈ માવજીભાઈ પરમાર, પ્રવિણભાઈ પરમાર, હસમુખભાઈ હરીભાઈ પરમાર, કમલેશભાઈ પરમાર, ઈશ્વરભાઈ (ભોલાભાઈ) પરમાર, દિનેશભાઈ પરમાર અને રાજુભાઈ પરમારની ટીમ કાર્યરત છે.

આ કેમ્પમાં તબીબો ડો.જયભાઈ મિસ્ત્રી ડો.કૃણાલભાઈ મિસ્ત્રી, ડો.વિરલભાઈ હરસોરા, આશીષભાઈ મકવાણા, ડો.જીજ્ઞેશભાઈ કારેલીયા, ડો.જયોતિબેન પરમાર, ડો.પી.પી.પંચાલ, ડો.રાહુલભાઈ પંચાલ, ડો.રાહુલભાઈ પંચાલ, ડો.ગૌતમભાઈ પિત્રોડા, ડો.પ્રતિકભાઈ સિધ્ધપુરા, ડો.કમલેશભાઈ કારેલીયા, ડો.સંદિપભાઈ હરસોરા સેવા આપશે. સમસ્ત લુહાર પરમાર  પરિવારજનોને લાભ લેવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૮)

 

(3:49 pm IST)