Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ઠેબચડા આશાપુરા ધામે રવિવારે પ્રાગટ્ય ઉત્સવ

બાવન ગજની ધ્વજારોહણ - રાસ ગરબાની રમઝટ જામશે : યોગેશપૂરી ગોસ્વામી, પૂનમબેન ગોંડલીયા અને ખીમજીભાઈ ભરવાડ સંતવાણી પીરસશે : બાળાઓ રાસે રમશે : પદુબાપુ

રાજકોટ, તા. ૧૦ : શહેરની ભાગોળે આજી ડેમ નજીક આવેલ ઠેબચડા ગામે આગામી તા.૧૪ના રવિવારે ૧૧મો ભવ્ય પ્રાગટ્ય ઉત્સવ ઉજવાશે. આ પ્રસંગે બાવન ગજાની ધ્વજારોહણ, રાસ ગરબાની રમઝટ સાથે મહાપ્રસાદ રાખેલ છે. નવલા નોરતા દરમિયાન બાળાઓ દરરોજ રાસગરબાની રમઝટ બોલાવશે. તેમ ઠેબચડા આશાપુરા ધામના ગાદીપતિ શ્રી પદુબાપુ (મો.૯૮૨૫૦ ૧૪૬૧૪)એ જણાવ્યુ હતું.

આશાપુરાધામ ઠેબચડા ધામે તા.૧૪ને રવિવારના રોજ માતાજીનો અગિયારમો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. સવારે ૯ કલાકે માતાજીની આરતી પછી અગિયાર બાવન ગજની ધજા ચડે છે. ધજાના ધામધૂમથી સામૈયા થશે. ત્યારબાદ રાસગરબા શરૂ થશે. ૨૪ કલાક પ્રસાદ સાથે રાત્રે ૧૦ કલાકે નામાંકીત કલાકાર યોગેશપુરી ગોસ્વામી, પૂનમ ગોંડલીયા, ખીમજીભાઈ ભરવાડ તેમજ અન્ય કલાકારો સંતવાણી કરશે. તેમજ સૌરાષ્ટ્રના નામાંકિત જગ્યાના મહંતશ્રી વલકુબાપુ ચલાલા નીરબાપુ સણોસરા, રવુબાપુ વાંકીયા હનુમાન જીણારામબાપુ, મોંઘીબાની જગ્યા શિહોર ઘનશ્યામદાસ બાપુ તાપડીયા આશ્રમ અન્ય સંતો આર્શીવચન પાઠવશે. ભાવિકોએ લાભ લેવા શ્રી પદુબાપુએ અનુરોધ કર્યો છે.

આયોજનને સફળ બનાવવા નરેન્દ્રસિંહ જાડેજાર સરપંચ શ્રી ઠેબચડા બાલુભાઈ વસોયા બાબુભાઈ રૈયાણી નાનજીભાઈ રામાણી મહિપતસિંહ જાડેજા, તુષાર ભટ્ટી, મુકેશ ભટ્ટ, રાજુભાઈ ખુંટ, ઉકાભાઈ આહિર, ચનાભાઈ દુમાદીયા, મગનભાઈ પીપળીયા, જામસિંહ જાડેજા, ગંભીરસિંહ જાડેજા, જયદેવસિંહ રીબવાળા, ગોપાલસિંહ જાડેજા, તમામ સેવક ગણ રાત દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. આજુબાજુના ખેરડી મહિકા ઠેબચડા જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૮)

 

(3:48 pm IST)