Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા બહેનો માટે રાસોત્સવ

 રાજકોટ : રાજકોટ શહેર ભાજપ મહીલા મોરચા દ્વારા શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીની આગેવાનીમાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આવેલ સહીયર રાસોત્સવના મેદાનમાં ફકત મહીલાઓ માટે ઓપન રાજકોટ રાસોત્સવ યોજાયો હતો. શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહીલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખની આગેવાની હેઠળ તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, ભાનુબેન બાબરીયા, કાશ્મીરાબેન નથવાણી, વંદનાબેન ભારદ્વાજની ઉપસ્થિતિમાં શહેર ભાજપ મહીલા મોરચા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના રેસકોર્ષ ખાતે આવેલ સહીયર અર્વાચીન રાસોત્સવના ગ્રાઉન્ડ માં બહેનો માટે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં બહેનોએ આ રાસોત્સવમાં જોડાઈ માં જગદંબાની આરાધના કરી હતી. આ રાસોત્સવમાં ઉત્કૃષ્ટ દેખાવ એટલે કે વેલડ્રેસ, બેસ્ટ પરફોમન્સ સાથોસાથ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ જેમા વિજેતા થયેલ બહેનોને ભાજપ અગ્રણીઓના હસ્તે ઈનામો આપવામાં આવ્યા હતા. આ તકે આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે ચારૂબેન મીરાણી, નીપાબેન, હીતાર્થીબેન શીલુએ સેવા આપી હતી. આ રાસોત્સવમાં શહેર ભાજપ મહીલા મોરચાના બહેનોએ બહોળી સંખ્યામાં હાજર રહી આ રાસોત્સવનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓની ટીમે જહેમત ઉઠાવી હતી.(૩૭.૧૫)

(3:46 pm IST)