Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

સરગમના ટબુકડાં ખેલૈયાઓ મન ભરીને ગરબે ઘૂમ્યાઃ ૧૦૦ ઈનામો અપાયા

રાજકોટઃ નવરાત્રી પૂર્વે સરગમ ચિલ્ડ્રન કલબના સભ્યોએ ડી.એચ.ના ગ્રાઉન્ડમાં ગરબે રમીને નવરાત્રીને વેલકમ કરી હતી. ચિલ્ડ્રન કલબના આ ગરબામાં મોટી સંખ્યામાં બાળ સભ્યો રાસ રમવા આવ્યા હતા અને તે પૈકીના ૧૦૦ ખેલૈયાઓને પ્રિન્સ- પ્રિન્સેસના ઈનામ આપવામાં આવ્યા હતા.

આ રાસોત્સવમાં આર.કે.યુનિવર્સિટીના ચેરમેન ખોડીદાસભાઈ પટેલ, શિવલાલભાઈ રામાણી, પૂર્વ ડીવાય. એસ.પી.રાજેન્દ્રસિંહ ગોહિલ, અપૂર્વ મણિયાર, સોનલબેન પુજારા, અસ્મિતાબેન દેસાઈ, બીનાબેન જોબનપુત્રા, જસુમતીબેન વસાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે મીનાબેન ઠાકર, અલકાબેન કામદાર, છાયાબેન દવે, હીનાબેન દવે, દર્શની કથરેચા, હેમલ ભટ્ટ અને દિવ્યા ભટ્ટે સેવા આપી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ નિલુબેન મહેતા, રેશ્માબેન સોલંકી, જયશ્રીબેન રાવલ, ચેતનાબેન સવજાણી ભાવનાબેન મહેતા, અલકા ધામેલીયા, આશાબેન ભુછડા, સુધાબેન દોશી અને વૈશાલી શાહ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:45 pm IST)