Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

કલબ યુવીમાં પાટીદારોની ૩૨ સંસ્થાઓ દ્વારા વેલકમ નવરાત્રી : મૌલેશભાઈ ઉકાણીનું સન્માન

પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, સભ્યો દ્વારા વેલકમ નવરાત્રી : આજથી નવરાત્રીનો ધમાકેદાર પ્રારંભ : દ્વારકા મંદિરની મુખ્ય સમિતિના સભ્ય મૌલેશભાઈનું ૨૮ હજારથી વધુ જનમેદનીની ઉપસ્થિતિમાં અભિવાદન : સીદસર મંદિરના પ્રમુખ ડો.ડાયાભાઈ પટેલ સહિતના મહાનુભાવો આરતી દ્વારા નવરાત્રીનો પ્રારંભ થશે

રાજકોટ તા.૧૦ : અહિંના અંબીકા ટાઉનશીપમાં સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે સુર્વણભુમી ખાતે કલબ યુવી નવરાત્રી મહોત્સવનો વેલકમ નવરાત્રી યોજાઈ હતી. આજથી કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં તા. ૧૦-૧૦-૧૮ થી ૧૮-૧૦-૧૮ દરમ્યાન યોજાનારા સંસ્કારી સુરક્ષીત અને ભકિતસભર નવરાત્રી મહોત્સવનો પ્રારંભ સિદસર મંદિરના પ્રમુખ ડો.ડાયાભાઈ પટેલ સહીતના પાટીદાર શ્રેષ્ઠીઓ દ્રારા આરતીથી થશે. ગઈકાલે વેલકમ નવરાત્રીમાં પાટીદારોની ૩ર સંસ્થાઓ દ્રારા રાજકોટના હર્બલ જાઈન્ટ બાનલેબના મૌલેશભાઈ ઉકાણીનું ભવ્યાતીભવ્ય અભિવાદન કરવામાં આવ્યુ હતુ.

અંબીકા ટાઉનશીપ ખાતે કલબ યુવી દ્વારા યોજાનારા નવરાત્રી મહોત્સવની સમ્રગ પાટીદાર સમાજ દ્રારા એક પર્વ તરીકે ઉજવણી થશે. કલબ યુવી દ્વારા સતત દસમાં વર્ષે અનેરૂ આયોજન થઈ રહયુ છે. ત્યારે નવરાત્રી મહોત્સવની પૂર્વ સંઘ્યાએ તા. ૯ ઓકટોમ્બરે રાત્રે ૮:૩૦ કલાકે વેલકમ નવરાત્રી મહોત્સવમાં મુખ્ય આયોજક કલબ યુવી સાથે રાજકોટમાં ચાલતી વિવિધ કડવા પાટીદાર સમાજની ંસ્થાઓના હોદેદારો ટ્રસ્ટીમંડળ કારોબારી સભ્યો ના પરિવારો જોડાયા હતા. અને પારીવારીક માહોલ વચ્ચે રાસોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કલબ યુવી કડવા પાટીદાર સમાજની ૩ર સંસ્થાઓ દ્રારા રાજકોટના હર્બલ જાઈન્ટ મૌલેશભાઈ ઉકાણીનું ભવ્યાતીભવ્ય સન્માન કરવામાં આવ્યુ હતુ.

કલબ યુવીની સાંસ્કૃતીક કલબ, બિઝનેશ વિંગ, વિમેન્સ વિંગ, શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસર, શ્રી ઉમીયા માતાજી ટ્રસ્ટ ગાંઠીલા, ઉમીયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ, ઉમીયા ક્રેડીટ સોસાયટી, શ્રી ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરી. ટ્રસ્ટ, શ્રી ઉમિયા પરિવાર સંગઠન સમિતિ, ઉમિયા કડવા પટેલ સેવા સમાજ રાજકોટ ઈસ્ટ, પટેલ સેવા સમાજ, પટેલ પ્રગતિ મંડળ, શ્રી ઉમિયા કડવા પટેલ સેવા સમાજ-શાપર, ઉમિયા સેવા પ્રગતિ મંડળ, ઉમીયા મહીલા સંગઠન સમીતી, શ્રી ઉમીયા યુવા ફાઉન્ડેશન શ્રી ઉમીયા મહીલા એકટીવીટી નેટવર્ક, ધુલેશીયા કન્યા છાત્રાલય, શ્રી ફિ૯ડમાર્શલ કન્યા છાત્રાલય, શ્રી કચ્છ કડવા પટેલ સમાજ, સિદસર મંદિરનું મુખપત્ર ઉમીયા પરિવાર, શ્રી પટેલ સર્વિસ કલાસ સોશ્યલ ફોરમ, કડવા પટેલ મહિલા સોશ્યલ ગુ્રપ, શ્રી ઉમિયા સ્પોર્ટસ કલબ, સમસ્ત પાટીદાર સમાજ, માનવસેવા સમીતી, રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સ,  વિજાપુરા વિદ્યા સંકુલ, કડવા પટેલ કન્યા છાત્રાલય ધ્રોલ, જાંબુડા કડવા પટેલ કુમાર છાત્રાલય, પટેલ સેવા સમાજ મહીલા મંડળ, તથા સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો, સંસ્થાના સ્પોન્સર પરિવાર ઉપરોકત કાર્યક્રમમાં જોડાયા હતા. કલબ યુવીના માઘ્યમથી પાટીદાર સમાજના નાના માણસથી માંડીને ટોચના ઉદ્યોગપતી સહીત તમામ પાટીદારો એક પ્લેટફોર્મ પર સંગઠીત થઈ પરિવાર સાથે વેલકમ નવરાત્રી ઉજવણી કરી હતી.

સાંસ્કૃતીક કલબ 'કલબ યુવી 'દ્રારા નવરાત્રી મહોત્સવમાં મા ઉમિયાની આરધના કરવાની સાથોસાથ તમામ સંસ્થાઓ એક મંચ પર એકત્ર થઈ નવરાત્રી મહોત્સવ પૂર્વે વેલકમ નવરાત્રીની ઉજવણી કરે તેવું આયોજન થયું હતુ. જેમાં જગવિખ્યાત દ્વારકાધીશ મંદિરમાં મુખ્ય સમીતીમાં ગુજરાત સરકાર દ્વારા નિમણુંક પામેલા કાળીયા ઠાકરના ભકત મૌલેશભાઈ ઉકાણીની આ નિમણુંકથી પાટીદાર સમાજને અનોખું સ્થાન પ્રાપ્ત થયું છે. તાજેતરમાં જ પાટીદાર સમાજના શ્રેષ્ઠી અને હર્બલ જાયન્ટ તરીકે ખ્યાતી પામેલા આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકોટની બાનલેબની વિવિધ આયુર્વેદીક પ્રંોડકટને પહોંચાડી સમગ્ર રાજકોટને ગૌરવ અપાવનાર મૌલેશભાઈ ઉકાણીએ પિતા ડો. ડાયાભાઈ પટેલના આયુર્વેદીક જ્ઞાનના વારસાને નિષ્ઠાપુર્વક ના કર્મ સાથે મહેનત અને ઉમદા સુઝબુઝના પરીણામે ગાગર માંથી સાગરની વિશાળતા પ્રાપ્ત કરી છે. 'સેસા' બ્રાન્ડનું ઈન્ટરનેશનલ કોલોબ્રેશન કરી આભની ઉંચાઈને આંબવાની સફળતા વામન કદના વિરાટ વ્યકિતત્વ ધરાવતા મૌલેશભાઈ ઉકાણીએ પ્રાપ્ત કરી છે. ત્યારે પાટીદાર સમાજ સહીતની અનેક સંસ્થાઓમાં દાનની સરવાણી ઉમદા સેવા કાર્યોમાં હમેંશા સહકાર આપનાર મૌલેશભાઈ ઉકાણીનું પાટીદાર પરિવારની વિવિધ સંસ્થાઓ દ્રારા અદકેરૂ સન્માન થયું હતુ. કલબ યુવીના નવરાત્રી ગ્રાઉન્ડ ખાતે રાત્રે ૧૦ કલાકે અનેરા અભિવાદન સમારોહમાં પાટીદાર પરિવારના ર૮,૦૦૦ થી વધુ જનમેદનીની ઉપસ્થિત રહી મૌલેશભાઈ ઉકાણીને ફુલડે વધાવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ ચેમ્બર્સ  ઓફ કોમર્સના પ્રમુખ તરીકે ચુંટાયેલા ગૌતમભાઈ ધમસાણીયાનું પણ સન્માન કરાયુ હતુ.

વેલકમ નવરાત્રી મહોત્સવમાં સિદસર મંદિરના પ્રમુખ ડો. ડાયાભાઈ પટેલ, ઉપપ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ટ્રસ્ટી જેન્તીભાઈ કાલરીયા, રમણીકભાઈ ભાલોડીયા, માજી મંત્રી ચિમનભાઈ શાપરીયા, વ૯લભભાઈ ભલાણી,  પરસોતમભાઈ ફળદુ, મંત્રી જયેશભાઈ પટેલ, સહમંત્રી કૌશીકભાઈ રાબડીયા, ઉદ્યોગપતીઓ મનસુખભાઈ પાણ, જેન્તીભાઈ ફળદુ, જમનભાઈ ભલાણી, ધીરૂભાઈ ડઢાણીયા, હરીભાઈ કણસાગરા, વસંતભાઈ ભાલોડીયા, દિલીપભાઈ ધરસંડીયા, મનસુખભાઈ ભીમાણી, સહીતના મહાનુભાવો તથા વિવિધ સંસ્થાના પ્રતીનીધીઓ ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાંતીભાઈ ધેટીયાએ કર્યુ હતુ. કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટર્સ માં ચેરમેન તરીકે મૌલેશભાઈ ઉકાણી  વાઈસ ચેરમેન સ્મીત કનેરીયા  મેનેજીંગ ડાયરેકટર તરીકે મહેન્દ્રભાઈ ફળદુ, તથા ડાયરેકટર તરીકે ભુપતભાઈ પાંચાણી, શૈલેષભાઈ માંકડીયા, જીવનભાઈ પટેલ જવાહરભાઈ મોરી , એમ.એમ.પટેલ, મનસુખભાઈ ટીલવા તથા પૂર્વ શાસક પક્ષના નેતા કાંતીભાઈ ધેટીયા કાર્યરત છે.(૩૭.૧૩)

 

(3:45 pm IST)